સુરતના ઉધના વિસ્તારમાં ગઈ કાલે મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં એક કોલોનીમાં આવેલા મકાનનો સ્લેબ તૂટી પડતાં બે માસૂમ બાળકો સ્લેબની નીચે દબાઈ ગયાં ગતાં. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોએ ત્યાં જઈને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. બંને બાળકોને કાટમાળથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, માતા-પિતાનો આ દુર્ઘટનામાં બચાવ થયો છે. પરંતુ, તેમણે પોતાના બે બાળકો ગુમાવ્યા છે.
શહેરના ઉધનામાં અંબર કોલોનીમાં ગઈ કાલે મોડી રાત્રે એક મકાનનો સ્લેબ તૂટી પડતાં નૈતિક અને નિધિ ગોલીવાડ નામનાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ લઈ જતાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. ઉધના પોલીસ દ્વારા હવે આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નરેશભાઈ ગોલીવાડ પોતાની પત્ની શારદા તથા બે બાળકો સાથે ઘરમાં સૂતા હતા. આ દરમિયાન મોડી રાત્રે મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો અને બંને બાળકોના મોત નિપજ્યા, જ્યારે નરેશભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી. ઘટનાને લઈને ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના લગભગ રાત્રિના પોણાબાર વાગ્યે બની હતી. ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યાં લોકો બન્ને બાળકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયા હતા. વધુમાં જાણવા મળ્યું છે કે, સ્લેબ જયારે બાળકો સુતા હતાં ત્યારે તેમના પર પડ્યો હતો.
ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, નરેશ ગોલીવાડના ગ્રાઉન્ડ સાથે બે માળના મકાનમાં આ ઘટના બની હતી. બાળકો જમીન પર અને માતા-પિતા પલંગ પર સૂતાં હતાં. અચાનક બીજા માળનો સ્લેબ તૂટી પડતાં અડધો કાટમાળ સૂતેલાં બાળકો પર અને અડધો માતા-પિતા પર પડ્યો હતો, જેમાં બાળકો ગંભીર રીતે દબાઈ ગયાં હતાં, જ્યારે માતા-પિતાનો બચાવ થયો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જોરદાર ધડાકા સાથે પડેલા સ્લેબને લઈ પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં પાડોશીઓ દ્વારા બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી ખાનગી વાહનમાં સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા આ ઘટનાને લઈને હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.