હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટના જાણીને તમારું હૈયું પીગળી જશે. શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલ રિવર પાર્ક સોસાયટીમાં પરિણીતાનું શંકાસ્પદ મોત થતા 4 ભાઈઓને રક્ષાબંધન પહેલાં જ પોતાની એકની એક બહેન ગુમાવવાનો વારો આવ્યો છે.
મોઢા તથા ગાલ પર ઇજાનાં નિશાન મળી આવતા બહેનની હત્યા કરવામાં આવી હોવાનો ભાઈઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હજુ 3 દિવસ અગાઉ જ સાસરિયાંઓ કામકાજને લઈ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ સાથે બહેન ઘરે પરત આવી હતી. લગ્ન કર્યા પછી દહેજ પેટે હોન્ડા કંપનીની કાર આપી હોવા છતાં બહેનને દહેજ ભૂખ્યા સાસરિયાંઓએ ત્રાસ આપીને મારી નાખી હોવાની ઘટનાને લઈ ચોક બજાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિણીતાએ ભાભીને ફોન કરી કહ્યું- પતિ સહિત સાસરિયા ત્રાસ આપે છે
સુષ્મા રામ પટેલ (મૃતક સરિતાની ભાભી) જણાવે છે કે, નણંદ સરિતાના લગ્ન 2 વર્ષ અગાઉ જ વતન ઉત્તરપ્રદેશમાં થયા હતા. લગ્ન કર્યા પછી સરિતા સુરત પોતાના સાસરિયામાં આવી હતી. હજુ 4 દિવસ અગાઉ જ સરિતાનો ફોન આવ્યો હતો. મને અહીંથી લઈ જાઉં મારી નણંદ, સાસુ તથા પતિ મને માનસિક હેરાનગતિ કરે છે. ભાઈને કહો મને લઈ જાય, ત્યારપછી રામ પોતાની બહેન સરિતાને લઈ આવ્યા હતા તેમજ સમજાવીને પાછી મૂકી આવ્યા હતા.
મોઢા પર તમાચા માર્યા હોવાના નિશાન:
13મીની રાત્રે સરિતાની તબિયત ખરાબ છે એમ જણાવી સાસરિયાઓએ ફોન પર જાણ કરી હતી. ત્યારપછી પરિચિત વ્યક્તિએ સરિતાને સિવિલ લઈ ગયા હોવાનું કહ્યું હતું. સિવિલમાં પહોંચતાની સાથે જ સરિતાને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. સરિતાના મો પર તમાચાના નિશાન તથા ગળા પર નિશાન મળી આવ્યા હતા. જો કે, પોલીસે સવારે આવજો એમ કહીને કાઢી મુક્યાં હતા.
સાસરિયાંઓ સિવિલમાંથી ફરાર થઈ ગયા:
વધુમાં જાણવા મળ્યું હતું કે, કલાકો પછી ચોક બજાર પોલીસે ભાઈ-ભાભીની ફરિયાદ લખવાની શરૂઆત કરી છે. સાહેબ અમે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા માગીએ છીએ, ચોક્કસ મારી બહેન સાથે કઈક અજુગતું થયું છે. મારી નણંદને દહેજ ભુખ્યાઓએ મારી જ નાખી છે. પોસ્ટમોર્ટમ રૂમ પરથી પણ વેવાઈ તેમજ એમનું પરિવાર ફરાર થઈ ગયું છે.