હાલમાં બિરલા કોપર કંપનીના 46 વર્ષના એક કર્મચારીએ બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હોબાળો મચી ગયો છે. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે.
બિરલા કોપર કંપનીમાં ફરજ બજાવતા મૂળ હરિયાણાના રહેવાસી 46 વર્ષના વિરેન્દ્ર ચૌધરીએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું. મૃતક વિરેન્દ્ર ચૌધરી કંપનીની ટાઉનશીપમાં રહેતા હતા. જ્યાં તેમણે ગઈકાલે બપોરે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
આસપાસના રહેવાસીઓને આ અંગે જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને તપાસ કરતાં નજીકથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, કોઈને મારી મોતનો જવાબદાર ન ગણતા હું બીમારીથી કંટાળી આત્મહત્યા કરૂ છું અને મને કોઇથી કંઇ જ ફરિયાદ નથી. જ્યારે બાળકો માટે લખ્યું કે, કોઇના પર ભરોસો ના કરતાં અને હળીમળીને સાથે રહેજો.
મળતી માહિતી મુજબ મૃતક વિરેન્દ્ર ચૌધરી છેલ્લા 17 વર્ષથી ફેફસાના કેંસરની બીમારીથી પીડાઈ રહ્યાં હતા. તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ પણ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમણે અંતિમ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને સંતાનમાં બે પુત્ર છે જે માતા સાથે ભરૂચ રહેતા હતા. હાલ તેમને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમગ્ર ઘટના ભરૂચના દહેજની હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle