વારંવાર ગર્ભપાત થવા પાછળ જવાબદાર હોય છે આ કારણો જાણો તેના વિષે વધુ…

ગર્ભપાત એવી સ્થિતિ છે જેનો અર્થ માત્ર એક સ્ત્રી જ સમજી શકે છે. ઘણીવાર ગર્ભ રહ્યા બાદ વારંવાર ગર્ભપાત થઈ જાય તો તેનાથી થતી તકલીફને એક સ્ત્રી જ સમજી શકે છે. જો કે આ સ્થિતિ પાછળ જવાબદાર કારણો કયા કયા છે તે આજે જાણવા મળશે.

ગર્ભ રહ્યા બાદ સ્ત્રી સાવધાની રાખે અને કેટલાક લક્ષણોને જાણી સમજદારી દાખવે તો ગર્ભપાત થતો અટકાવી શકાય છે. તો ચાલો જાણી લો 8 એવા કારણો વિશે જેનાથી ગર્ભપાત થઈ શકે છે.

લક્ષણો

1. ગર્ભપાતનું સૌથી પહેલું લક્ષણ હોય છે રક્તસ્ત્રાવ. આ રક્તસ્ત્રાવમાં લોહી જામેલું નીકળે છે.

2. ગર્ભવસ્થાના શરૂઆતના દિવસોમાં પેટના નીચેના ભાગમાં દુખાવો અને સોજો રહે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.

3. બ્રેસ્ટ કઠોર થઈ જાય તો પણ ગર્ભપાત થઈ શકે છે.

ઉંમર

કેટલીક મહિલાઓ 30 વર્ષ બાદ કંસીવ કરે છે. આ ઉંમરમાં ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે. શોધ અનુસાર 30 વર્ષ પછી ગર્ભધારણ કરતી મહિલાઓમાં કંસીવ કરવામાં સમય લાગે છે અને ગર્ભપાતનું જોખમ વધે છે.

પીસીઓડી

મહિલાઓની ઓવરીમાં હોર્મોનનું સ્તર વધી જાય તો ઓવરી સિસ્ટ બની જાય છે. તેનાથી ઓવરીમાં દર મહિને એગ્સ વધારે પ્રમાણમાં બને છે. તેને પીસીઓડી કહેવાય છે. આ સમસ્યાનો ઈલાજ ન થાય તો તેનાથી ગર્ભધારણની ક્ષમતા પર અસર થાય છે.

ઈંફેકશન

જો કોઈ મહિલાના પ્રજનન અંગોમાં ઈંફેકશન થાય તો તેમનો ગર્ભપાત થઈ જાય છે. માઈકોપ્લાઝ્મા હોમિનિસ અને યૂરીપ્લાસ્મા યૂરીલીટિકમ બે બેક્ટેરિયા છે જે મહિલાઓ માટે ગર્ભપાતનું કારણ બને છે. તેથી ગર્ભવસ્થાના શરૂઆતના મહિનાઓમાં મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ગર્ભાશયની અસામાન્યતા

ગર્ભાશયની અસામાન્યતા અને ફાઈબ્રોઈડ, ઈંફેકશ, અલગ ગર્ભાશય જેવી સંરચનાત્મક સમસ્યાથી ગર્ભપાતનું કારણ બને છે.

નબળું સર્વિક્સ

મહિલાઓમાં ગર્ભપાત થવાનું કારણે એ પણ હોય છે કે જેમ જેમ બાળક મોટું થાય તેમ સર્વિક્સ નબળું પડે તો તે ખુલી જાય છે અને ગર્ભપાત થઈ જાય છે.

નબળું યૂટ્રેસ

આ સમસ્યાથી મહિલાઓ અજાણ હોય છે તેથી ગર્ભપાત થઈ જતો હોય છે. નબળા યૂટ્રેસના કારણે તે ઈંડાને સંભાળી શકતું નથી.

તાણ

ગર્ભવતી મહિલા માટે તાણ સૌથી મોટી સમસ્યા હોય છે. જે ગર્ભપાતનું કારણ બને છે. તાણથી મગજમાં કોર્ટિકોટ્રોપિન હોર્મોનનું સ્ત્રાવ થાય છે જેનાથી ગર્ભપાત થાય છે.

વધારે વજન

વધારે વજનથી પણ ગર્ભપાત થઈ શકે છે. એવું જોવા મળ્યું છે કે સ્થૂળ કાયા હોય તેવી મહિલાઓને ગર્ભ રહે તો પણ થોડા સપ્તાહ બાદ ગર્ભપાત થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *