સત્તર-સત્તર દીકરાઓની દાદીને તેનાથી 37 વર્ષ નાના યુવક સાથે થયો પ્રેમ- બંનેએ કર્યા ધામધૂમથી લગ્ન

જ્યોર્જિયા: ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, પ્રેમ આંધળો હોય છે અને આ હકીકત જ્યોર્જિયામાં રહેતા એક દંપતીએ સાચી સાબિત કરી બતાવી છે.…

જ્યોર્જિયા: ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, પ્રેમ આંધળો હોય છે અને આ હકીકત જ્યોર્જિયામાં રહેતા એક દંપતીએ સાચી સાબિત કરી બતાવી છે. આ દંપતી વચ્ચે 37 વર્ષનો તફાવત છે અને બંને એકબીજાથી ખૂબ જ ખુશ છે. 24 વર્ષીય કુરાન મેકેન 17 પૌત્રો ધરાવતા 61 વર્ષીય દાદી ચેરિલ મેકગ્રેગોર સાથે લગ્ન કર્યા છે.

15 વર્ષની ઉંમરે પહેલી મુલાકાત
કુરાન મેકેઈન 15 વર્ષની ઉંમરે ચેરિલ મેકગ્રેગોરને પહેલી વખત મળ્યો હતો. મેકેન એક હોટેલમાં કામ કરતો હતો અને ચેરિલનો દીકરો ક્રિસ તે હોટેલનો મેનેજર હતો. જોકે, થોડા સમય બાદ બંનેનો સંપર્ક તૂટી ગયો હતો.

8 વર્ષ પછી ફરી મળ્યા
ત્યારબાદ બંને 4 નવેમ્બર 2020 ના રોજ ફરી મળ્યા, જ્યારે કુરેન મેકેને ચેરીલ મેકગ્રેગોરને એક સ્ટોરમાં કેશિયર તરીકે કામ કરતા જોયા. આ પછી બંનેએ મળવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તે પ્રેમમાં પરિવર્તિત થઇ ગયો હતો. થોડા સમય પછી, બંનેએ સાથે મળીને ટિકટોક વીડિયો બનાવવાનું શરૂ કર્યું, જેનાથી તેમના સંબંધો વધુ મજબૂત બન્યા હતા.

ટીકાનો સામનો કરવો પડ્યો
મળતી માહિતી અનુસાર, કુરેન મેકેઇન ટિકટોકર છે અને તેના 8 લાખથી વધુ ફોલોઅર્સ છે. ચેરિલ સાથે ઉંમરના તફાવતને કારણે બંનેએ ઘણી ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો. મેકેને કહ્યું કે, ‘અમારી બંનેની ઉંમરમાં મોટો તફાવત છે, પરંતુ અમે તે વિશે ક્યારેય વિચારતા નથી, કારણ કે ચેરિલ યુવાન હૃદય અને આચારસહિતા ધરાવે છે. લોકોનું માનવું છે કે, હું તેનો ઉપયોગ કરી રહ્યો છું અને તેની સંપતિ ઝડપવા માંગું છું, પરંતુ એવું કઈ જ નથી. એક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ, કુરેન મેકેઈન અને ચેરિલ મેકગ્રેગોરે આ વર્ષે જુલાઈમાં સગાઈ કરી હતી અને બંનેએ લગ્ન કરી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *