ગુજરાતમાં કરોડોના ખર્ચે બનવા જઈ રહ્યું છે દેશમાં ક્યાંય નહીં હોય એવું BJP કાર્યાલય, તસવીરો જોઇને મોઢામાં આંગળા નાંખી જશો

ગુજરાત ભારતીય જનતા પાર્ટી (Bhartiya Janata party) રાષ્ટીય કક્ષાએ હમેશા પથ દર્શક બની રહ્યું છે. સંગઠન શક્તિ, ચૂંટણી જીતવા પેજ પ્રમુખની રણનીતિ કે પછી સમગ્ર સંગઠનના બધા જ હોદેદારોને ડીઝીટલ કનેક્ટિવિટી (Digital connectivity) સાથે જોડાવા ટેબ્લેટનો પ્રયોગ હોવાથી તમામ મોર્ચે ગુજરાત ભાજપ (BJP Gujarat) અગ્રેસર છે.

હવે ગુજરાત ભાજપ દ્વારા દેશમાં સૌપ્રથમ વખત કમળ આકારનું જિલ્લા કાર્યાલય બનાવીને નવો વિક્રમ સર્જવા તરફ જઈ રહ્યું છે ત્યારે આપને જણાવી દઈએ કે, ગુજરાત પ્રદેશ ભાજપના ગિર સોમનાથ જિલ્લાનું કાર્યાલય એ દેશમાં સૌપ્રથમ વાર કમળ આકારનું બનવા જઈ રહ્યું છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે 9 ઓક્ટોબરે આ કાર્યાલયના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. જિલ્લા ના આ કાર્યાલય નું નામ “સોમ કમલમ” રાખવામાં આવ્યું છે કે, જેનો આકાર એ કમળ જેવો હશે. કાર્યાલય લગભગ 8 કરોડ ના ખર્ચે તૈયાર થશે.

જેમાં પક્ષના અનેકવિધ હોદ્દેદારો માટેની અલાયદી ચેમ્બરની ઉપરાંત ઓડિટોરિયમ હોલ,મીટીગ રૂમ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર જણાવે છે કે, સમયની જરૂરિયાત મુજબ અમે જિલ્લાના નવા કાર્યાલયનું નિર્માણ કરી રહ્યા છે.

અન્ય એક સમાચાર સામે આવ્યા છે કે, રાજ્યના સુરત તથા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા વોટ વિશે દિલ્હીમાં ગુજરાતની ટીમે કેજરીવાલ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં ‘આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સુરત તથા ગાંધીનગર મહાનગરપાલિકાનાં પરિણામને લઈ દાવો કર્યો હતો કે, લોકો ભાજપ અને કોંગ્રેસથી પરેશાન છે તેમજ પરિવર્તન લાવવા ઈચ્છી રહ્યા છે.

જ્યારે આમ આદમી પાર્ટી અસરકારક વિકલ્પના સ્વરૂપમાં લોકોને જણાશે ત્યારે જ લોકો મત આપશે. સુરતથી ચૂંટાયેલા કાઉન્સિલર્સ તથા ગાંધીનગરથી ચૂંટાયેલા કાઉન્સિલર્સ દિલ્હી વિધાનસભામાં CM અરવિંદ કેજરીવાલને રૂબરૂ મળ્યા હતા. કેજરીવાલે બધા જ કાઉન્સિલર્સ સાથે વિસ્તારથી ચર્ચા કરીને સૌને માર્ગદર્શન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *