કોરોના(Corona) વાયરસના નવા સંક્રમણ ઓમિક્રોન(Omicron)ને લઈને સમગ્ર વિશ્વની ચિંતા વધી ગઈ છે. સંક્રમિતોની વધતી સંખ્યા જોઈને દરેક લોકો ડરી ગયા છે. તેને ધ્યાનમાં રાખીને દેશના અલગ-અલગ રાજ્યોમાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. આ સિવાય માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને કડકાઈ શરૂ કરવામાં આવી છે.
દરમિયાન કોવિડ એક્સપર્ટ કમિટી(Covid Expert Committee)ના સભ્ય ડો. ટીએસ અનીશે જણાવ્યું હતું કે, 2-3 અઠવાડિયામાં ઓમિક્રોન કેસની સંખ્યા 1000 સુધી પહોંચવાની અપેક્ષા છે.
તેમણે કહ્યું કે વૈશ્વિક વલણો સૂચવે છે કે વિશ્વમાં ઓમિક્રોન કેસની સંખ્યા 2-3 અઠવાડિયામાં 1000 અને 2 મહિનામાં 1 મિલિયન એટલે કે 10 લાખ સુધી પહોંચી જશે. ભારતમાં એક મોટો અને ગંભીર સંક્રમણ દેખાય તેના એક મહિનાથી વધુ સમય નથી. આપણે આને રોકવાની ખુબ જ જરૂર છે.
તે જ સમયે KIMS નિર્દેશક ડૉ. સંબિત ડાયરેક્ટર કહે છે, અમે જાન્યુઆરીના અંત સુધીમાં કોવિડની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ કારણ કે આપણે વિશ્વથી અલગ નથી. દુનિયા જે પણ સામનો કરી રહી છે, આપણે પણ તેનો સામનો કરીશું. આશા છે કે આ વખતે આપણી પાસે પહેલા જેટલા ગંભીર રીતે બીમાર દર્દીઓ નહીં હોય.
દેશમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા વધીને 415 થઈ ગઈ છે, જે ચિંતાનો વિષય છે. આ સંખ્યા ઝડપથી વધી રહી છે. આને ધ્યાનમાં રાખીને સરકાર પણ ઘણા પગલાં લઈ રહી છે. ભારતમાં ઓમિક્રોન જે ઝડપે વિકસી રહ્યો છે તે જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે ફેબ્રુઆરીમાં દેશમાં ઓમિક્રોન વિસ્ફોટ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.