વડોદરા નેશનલ હાઈવે પર ઉભેલા ટ્રકમાં બીજી ટ્રક ઘૂસી જતા સર્જાયો ગોઝારો અકસ્માત- એકનું માથું ધડથી અલગ થઈ ગયું

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સામે આવ્યો છે. વડોદરા(Vadodara) શહેર પાસે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સામે આવ્યો છે. વડોદરા(Vadodara) શહેર પાસે નેશનલ હાઇવે 48(National Highway 48) પર મોડી રાત્રે ઉભેલી ટ્રક અને પસાર થઈ રહેલી ટ્રક વચ્ચે આત્મા કંપી ઉઠે તેવો અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતની ઘટનામાં પસાર થઈ રહેલી ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જે ગંભીર અકસ્માતમાં કેબિનમાં બેસેલ ક્લિનરનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. ફાયર બ્રિગેડ દ્વારા કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળેલી માહિતી અનુસાર, સુરત સચિન GIDCમાં આવેલ અનુપમા કંપનીમાંથી નૂર મહંમદ કુરેશી (રહે.ઉત્તરપ્રદેશ) અને ક્લીનર ફરહાન (રહે. ઉત્તરપ્રદેશ) ટ્રકમાં માલસામાન ભરીને બિહાર જઈ રહ્યા હતા. આ દરમિયાન વડોદરા નજીક નેશનલ હાઇવે 48 ઉપર દેણા ચોકડી નજીક ટ્રક બગડતા રોડની સાઇડ પર પાર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જઈ થઈ રહેલી હરિયાણાની ટ્રક બિહાર જતા ઊભેલી ટ્રકમાં ધડામ કરતી ભટકાઇ હતી. જેમાં હરિયાણાની ટ્રકના કેબીનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કચ્ચરઘાણ નીકળી ગયેલ કેબિનમાં સવાર ટ્રક ક્લીનર ફસાઈ ગયો હતો  અને જેને કારણે તેનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. આ અકસ્માતની જાણ ફાયર બ્રિગેડને થતાંઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માત સર્જાતા ટ્રકનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

અકસ્માત અંગેની જાણ હરણી પોલીસને થતા તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતદેહને ભેટેલા 50 વર્ષના પ્રતાપસિંહ મોહનસિંહ ધરાડી (રહે. કુડ પૌધર ગામ, ઉત્તરાખંડનો) હોવાનું સામે આવ્યું હતું. હરણી પોલીસે આ અકસ્માત અંગે બિહાર જતી ટ્રકના ચાલક નૂરમહમદ કુરેશીની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા હરીયાણાની ટ્રકના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *