ભારતમાં દિન પ્રતિદિન રોકેટ ગતિએ ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન- કુલ પોઝીટીવ કેસનો આંકડો જાણીને આંખો ફાટી જશે

કોરોના(Corona)ના નવા વેરિઅન્ટ ઓમિક્રોને(Omicron) પણ ગાઝિયાબાદમાં દસ્તક આપી છે. દિલ્હીને અડીને આવેલા યુપીના ગાઝિયાબાદ જિલ્લામાં ઓમિક્રોનના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને પતિ-પત્ની છે અને બંને મહારાષ્ટ્રથી મુસાફરી કરીને ગાઝિયાબાદ પરત ફર્યા છે. જો કે, સારા સમાચાર એ છે કે જે વૃદ્ધ દંપતીમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે, તે બંને હવે સ્વસ્થ છે.

15 ડિસેમ્બરે આપવામાં આવેલા સેમ્પલના RTPCR રિપોર્ટમાં બંને નેગેટિવ આવ્યા છે. કપલ કોરોના મુક્ત થયા બાદ જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના 113 કેસ મળી આવ્યા છે. કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું, ‘ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકોએ બિનજરૂરી મુસાફરી ટાળવાની જરૂર છે. સામૂહિક કાર્યક્રમો અને નવા વર્ષની ઉજવણી મોટા પાયે કરવાની જરૂર નથી.

મહારાષ્ટ્રમાં 40, દિલ્હીમાં 22, રાજસ્થાનમાં 17, તેલંગાણામાં 8, કર્ણાટકમાં 8, કેરળમાં 7, ગુજરાતમાં 5, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ-તામિલનાડુ-બંગાળ અને ચંદીગઢમાં 1-1 દર્દીઓ મળી આવ્યા છે.

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો:
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણોમાં થાક લાગવો, શરીરમાં દુઃખાવો થવો,માથામાં ખુબ જ દુખાવો થવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં જોવા મળતા નથી.

જાણો કેમ છે અત્યંત ખતરનાક ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 જેટલા દેશોમાં ઓમિક્રોને દશેહત ફેલાવી છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપથી ફેલાય છે. જેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ઘણા ખરા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડરની વાત એ છે કે, આ વાયરસનું સંક્રમણ હોવા છતા પણ રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી સંક્રમિત કરનારો વેરિઅન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *