કેમેરામાં કેદ થયા ટ્રેન અક્સ્માતના દર્દનાક દ્રશ્યો- ટ્રેનની જોરદાર ટક્કર લાગતા ક્યાય ફંગોળાઈને મોતને ભેટ્યો BSF જવાન

હરિયાણા (Haryana) માં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતના દર્દનાક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ફૂટેજમાં એક વ્યક્તિ ટ્રેનની અડફેટે આવીને હવામાં ફંગોળાતો જોઈ શકાય છે. મૃતકની ઓળખ મહેન્દ્રગઢ જિલ્લાના બવાના ગામના બીએસએફ જવાન વીર સિંહ તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ, વીર સિંહ સોમવારે જિલ્લાના મજરા ખુર્દ ગામમાં તેની બહેનને મળવા જઈ રહ્યા હતા, તે દરમિયાન રેલવે ક્રોસિંગ પર અકસ્માત થયો હતો. જ્યારે તે રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે રેવાડી તરફથી આવતી દુરંતો એક્સપ્રેસે તેને જોરદાર ટક્કર મારી હતી.

માહિતી મળતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને મહેન્દ્રગઢ હોસ્પિટલ મોકલી આપ્યો. વીર સિંહ વર્ષ 2001 માં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં ભરતી થયા હતા અને બીકાનેરમાં પોસ્ટેડ હતા. તે થોડા દિવસ પહેલા રજા પર ઘરે આવ્યા હતા. બટાલિયનને તેમના મૃત્યુની જાણકારી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *