ઘણીવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ CCTVમાં કેદ થઈ જતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક કેદ થયેલ ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનું સુરત શહેર તો જાણે તમામ ગુનાઓનું કેન્દ્રબિંદુ હોય એ રીતે રોજને રોજ કોઈ ગુનાની ઘટના સામે આવતી હોય છે. હાલમાં શહેરમાં ઉધના બસ ડેપો પાસે મુસાફરોથી ભરેલ રિક્ષા ઉભી રાખીને ચાલક રિક્ષામાંથી રોડ પર ઢળી પડ્યા પછી મોત થયું હતું.
રિક્ષા ચાલક શંકાસ્પદ રીતે મોતને ભેટતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આજે બપોરે બનેલ ઘટનાના CCTV સામે આવતા ખેંચની બીમારીને લઈ રિક્ષા ચાલકનું મોત થયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. રિક્ષાની અંદર લગાવવામાં આવેલ સાઈન બોર્ડને લઈ મૃતકનું નામ શેખ યુનુસ ઇશાક શેખ ઇબ્રાહિમ હોવાનું સામે આવ્યું છે. ઉધના પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધર છે.
પિતા અને ભાઈ-બહેનોનો આર્થિક આધાર છિનવાયો:
સ્થાનિક લોકો જણાવે છે કે, મૃતકનું નામ યુનુસ ઇશાક શેખ હોવાનું જાણવા મળ્યું છે તેમજ એની ઉંમર 33 વર્ષની છે. યુનુસને સુગર તથા ખેંચની બીમારી સહિત અન્ય કેટલીક બીમારીઓ છે. બીમ પસારવાની મજૂરી કામ કરતો યુનુસ ક્યારેક રિક્ષા ચલાવીને ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. 2 ભાઈઓ તથા 4 બહેનો સહિત બીમાર પિતાની જવાબદારી પણ યુનુષના માથે જ રહેતી હતી.
રિક્ષા ચાલકને ખેંચની બીમારી હતી:
ઉધના પોલીસ જણાવે છે કે, હાલ પોસ્ટમોર્ટમ પછી જ મૃતકના મોતનું કારણ જાણી શકાય છે. પરિવારની પૂછપરછમાં યુનુસને ખેંચની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. શ્રુય રીક્ષાએ ખેંચ આવતા જમીન પર પડી ગયો હોય તેમજ મોતને ભેટ્યો હોય એવું અનુમાન રહેલું છે, વધુ તપાસ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.