પાટીદાર સમાજની એકતાનાં પ્રતિક સમાન ‘સરદારધામ’ નું આવતીકાલે PM મોદી કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ

હાલમાં રાજ્યના પટેલ સમાજ માટે એક ગર્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આવલે SP રિંગ રોડ પર વૈષ્ણવદેવી સર્કલ નજીક ‘વિશ્વ પાટીદાર સમાજ’ “સરદારધામ”નું અંદાજે 200 કરોડ રૂપિયાના ખર્ચે કુલ 11,670 સ્ક્વેર મિટરના પ્લોટમાં 7 લાખ સ્ક્વેર ફૂટમાં નિર્માણ પામ્યું છે.

PM નરેન્દ્ર મોદી દ્વારા 11 સપ્ટેમ્બરે સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. આની ઉપરાંત પાસેની જમીનમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે 2,500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનાવવામાં આવશે કે, જેનું પણ PM મોદી વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરશે. આ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી, DYCM નીતિન પટેલ સહિતના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તેમજ પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્તિથ રહેશે.

સરદારધામના ઉપપ્રમુખ ટી. જી ઝાલાવડિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સરદારધામ 5 લક્ષ્યબિંદુઓ પર ચાલી રહ્યું છે. સરદારધામમાં 450 લોકોની ક્ષમતા ધરાવતું ઓડીટોરીયમ તેમજ 1,000 લોકોની ક્ષમતા સાથેના 2 હોલ પણ છે. સરદારધામ ભવનના બેઝમેન્ટ 1-2 માં 450થી વધારે કારનું પાર્કિંગ, 50થી વધારે થ્રી-સ્ટાર રૂમો ધરાવતું ટ્રસ્ટી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે.

સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વગેરે પ્રવૃત્તિઓ માટે 8થી વધારે કાર્યાલયો પણ કાર્યરત રહેશે તેમજ આ સંકુલ પ્રવેશ દ્વારમાં સરદાર સાહેબની 50 ફૂટ ઉંચી કાંસ્યની વિશાળ પ્રતિમા કુલ 3.50 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે.

રાષ્ટ્રપ્રેમી યુવાનોને સંગઠિત કરાયા:
સરદારધામના લક્ષબિંદુ પ્રમાણે દર 2 વર્ષે વાયબ્રન્ટ સમકક્ષ GPBS-2018 થી વર્ષ 2020 સુધી મહાત્મા મંદીર તથા હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર યોજેલ છે તેમજ હવે સુરત, રાજકોટ અને યુ.એસ.એમાં યોજાનાર છે. આની સાથે જ ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન’ના માધ્યમથી એક પ્લેટફોર્મ દ્વારા નાના-મધ્યમ તેમજ 10,000 થી વધારે ઉદ્યોગપતિઓ માટેનું એક વાઈબ્રન્ટ પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

મેરિટના આધારે જ એડમિશન અપસે:
સરદારધામમાં UPSC તથા GPSCના કલાસના એડમિશન માટે મેરીટ પ્રકિયા કરાઈ છે. મેરિટને આધારે જ એડમિશન અપાશે. આની ઉપરાંત ધોરણ 10 તથા 12માં જેમને 80% છે તેઓને મેરીટ આધારે પ્રવેશ મળશે. જો કે, જે દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર છે તેમજ તેમને એડમિશન માટે ટ્રસ્ટીની ભલામણ હોય તો મેરીટમાં ન હોય તો પ્રવેશ આપવામાં આવશે.

સમાજની દીકરીઓને સરદારધામમાં 1 રૂપિયાના ટોકન પર રહેવા, જમવા તથા ભણવાની સુવિધા આપવામાં આવી છે. દીકરાઓને ફીના ધારાધોરણ પણ નક્કી કરાયા છે કે, જેમાં જે દીકરાના પરિવારની વાર્ષિક આવક ફક્ત 2 લાખ રુપીયા છે. તેઓને ફક્ત 10,000 રૂપિયા ફી ચુકવવાની રહેશે.

800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય:
સમસ્ત પાટીદારની એકતાનું ધામ એવું સરદારધામ એક “સ્ટેટ ઓફ ધ આર્ટ બિલ્ડીંગ”નું નિર્માણ કરવામાં આવ્યું છે કે, જ્યાં 800 દીકરાઓ તથા 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ છે. આની સાથે જ કુલ 1,000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે ઈ-લાઈબ્રેરી, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય તથા વાંચનાલયની સુવિધા છે.

આની સાથે જ છાત્રાલયોમાં જીમ્નેશીયમ તેમજ હેલ્થ કેર યુનિટની પણ અલાયાદી વ્યવસ્થા રહેલી છે કે, જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય તેમજ સ્વસ્થ જીવનની સંભાળ રાખશે. આની સાથે જ ઇન્ડોર ગેમ્સ સાથેના 2 ડાઈનીંગ હોલ તેમજ અત્યાધુનિક કિચન પણ બનાવાયુ છે કે, જેથી વિદ્યાર્થીઓને શુદ્ધ તેમજ પૌષ્ટિક ભોજન પણ મળશે.

UPSC સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્ર ટૂંક સમયમાં ચાલુ થશે:
સરદારધામ દ્વારા વડોદરા તેમજ ભાવનગરના પ્રાદેશિક સરદારધામની બાંધકામની કામગીરી શરૂ થઈ ચૂકી છે ત્યારે આવનાર સમયમાં સુરત, રાજકોટ, મહેસાણા તથા નવી મુંબઈમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આવા અન્ય કેટલાક ઇન્સ્ટીટ્યુટનું પણ નિર્માણ કરવાનું આયોજન રહેલું છે.

આની સાથે જ આપને જણાવી દઈએ કે, ભુજ ખાતે સરદારધામ આયોજિત સૂર્યા વરસાણી એકેડમીમાં તાલીમ કેન્દ્રનો શુભારંભ 14-9-2021ના રોજ થવા જઈ રહ્યો છે. નવી દિલ્હીમાં મહિલા સમાજ ભવનમાં UPSC સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્ર ટૂંક સમયમાં જ શરુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *