સોશિયલ મીડિયા પર 15 વર્ષની છોકરી અને 16 વર્ષના છોકરા વચ્ચે થઈ મિત્રતા, ઘરેથી ભાગીને મંદિરમાં કરી લીધા લગ્ન

હાલમાં એક સ્માર્ટ ફોન્સની આડઅસરનો કેસ નોંધાયો છે. 3 ફેબ્રુઆરીએ ભાવનગરમાં એક 16 વર્ષના છોકરા સાથે ઘરમાંથી ગુમ થયેલ 15 વર્ષિય સગીર મળી આવી હતી. મંદિરમાં લગ્ન કર્યા બાદ બંનેએ લગ્ન જીવન પણ શરૂ કરી દીધું હતું. પોલીસે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.

કાપોદ્રા, કારગિલ ચોક વિસ્તારમાં રહેતી અમિતા 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ હતી. અમિતાનો ફોન તપાસ્યા બાદ ભાવનગરના ધોણા ગામનું લોકેશન મળી આવ્યું હતું. પોલીસ ટીમ ભાવનગર પહોંચી ત્યારે સગીરનું લોકેશન સુરત દેખાવા માંડ્યું હતું. પોલીસે બંનેને કાપોદ્રાથી શોધી કાઢ્યા હતા.

પોલીસે અમિતા સાથે રોહનની પણ ધરપકડ હતી. પૂછપરછ દરમિયાન રોહને કહ્યું હતું કે, સોશિયલ મીડિયા દ્વારા બંને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રેમસંબંધમાં બંધાયા હતાં. રોહન ભાવનગર જિલ્લાના ધોણા ગામે પિતા સાથે રહે છે.

મિત્રતા બાદ તે 3 ફેબ્રુઆરીએ અમિતાને મળવા ભાવનગરથી સુરત આવ્યો હતો. અમિતા લગ્નનાં વચન સાથે તેને ભાવનગર લઈ ગયો હતો. પિતાએ રોહન અને અમિતાને ઘરમાં રાખવાની ના પાડી. ત્યારબાદ રોહન અમિતા સાથે ખોડીયાર માતાના મંદિર ગયો અને ત્યાં લગ્ન કર્યા.

રોહન ભાવનગરમાં ભાડે મકાનમાં અમિતા સાથે પતિ અને પત્ની તરીકે રહેવા લાગ્યો હતો. પોલીસે જણાવ્યું કે, રોહને અઠવાડિયામાં ચાર વખત અમિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. રોહનને મોબાઈલ પર પોર્ન મૂવી જોવાનો શોખ છે.

રોહન સામે બળાત્કાર અને પોક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રોહન નાનો હતો ત્યરે તેની માતાનું અવસાન થયું. તે પિતા સાથે એકલો રહે છે. રોહન દસમા ધોરણમાં ભણે છે અને ફ્રી ટાઇમમાં મજૂર તરીકે કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *