નવી દિલ્હી: આજકાલ યુવાનોમાં જન્મ-દિવસ ઉજવણીનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે મોઢા પર કેક લગાવવાની તો જાણે કે આજકાલ ફેશન જ બની ગઈ છે. મસ્તી-મસ્તીમાં લોકો આખી કેક મોઢા પર લગાડી દેતા હોય છે. જો તમે પણ આવું કંઈક કરી રહ્યા છો તો આજથી જ ચેતી જજો. હાલમાં સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જેમાં મોઢા પર કેક લગાવ્યા બાદ એક યુવતીની રોશની જતાં જતાં બચી ગઈ હતી.
જાણવા મળ્યું છે કે, ફેસબુક પર એન્ટોનિયો લિગ્ગિંગેર નામના એક વ્યક્તિએ આ તસવીર શેર કરી છે. જેમાં ત્રણ ફોટો શેર કરવામાં આવ્યા છે. એક તસવીરમાં યુવતીની આંખમાં લાકડાનો ટુકડો ઘૂસેલો જોવા મળે છે. જ્યારે બીજી તરસવીરમાં યુવતીની આંખ પર પટ્ટી બાંધેલી છે. આ ઘટના અંગેની જાણકારી તસવીરના કેપ્શનમાં આપવામાં આવી છે. હકીકતમાં યુવતીના જન્મ દિવસ પર તેના મિત્રોએ લેયર કેકનો ઓર્ડર આપ્યો હતો. કેક કાપ્યા બાદ યુવતીના મિત્રોએ તેના ચહેરા પર કેક લગાવી દીધી હતી. યુવતીના ચહેરા પર કેક લાગતા જ તેણે બૂમ પાડી હતી.
મોઢું ઉપર કરતા જ લોહીની ધાર વહી રહી હતી. યુવતીની આંખમાં લાકડાનો ટુકડો ઘૂસી ગયો હતો. હકીકતમાં અમુક બેકરી હાઉસ કેકને સપોર્ટ આપવા માટે અંદર લાકડાના ટુકડા મુક્ત હોય છે. આ કેકમાં પણ આવા જ ટુકડા હતા. આથી યુવતીના મિત્રોએ જેવી તેણીના ચહેરા પર કેક લગાવી કે અંદર રહેલા લાકડાનો ટુકડો તેણીની આંખમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ યુવતીને હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યા ડૉક્ટરો દ્વારા આંખમાં ઘૂસેલા ટુકડાના બહાર કાઢવામાં આવ્યો હતો. ડૉક્ટરનું કહેવું છે કે, જો ટુકડો વધારે અંદર ચાલ્યો ગયો હોત તો યુવતી રોશની ગુમાવી ચૂકી હોત.
જાણવા મળ્યું છે કે, આ પોસ્ટને અત્યારસુધી લાખો લોકોએ શેર કરી છે. લોકો એ જાણીને હેરાન છે કે, મજાક મજાકમાં યુવતી આંધળી થતાં બચી ગઈ હતી. પોસ્ટ પર અનેક લાઇક્સ અને કૉમેન્ટ્સ પણ આવી છે. લોકો આ ઘટનાને ચેતવણી તરીકે જોઈ રહ્યા છે. આ ઉપરાંત, અનેક લોકોએ એવી પણ કૉમેન્ટ કરી છે કે, સસ્તા બેકરી હાઉસ આ પ્રકારની કેક બનાવે છે. જો તમે પણ આ પ્રકારની કેકનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.