રક્ષાબંધનના દિવસે જ 3 બહેનોના એકના એક ભાઈની ચપ્પુના ઘા ઝીંકી હત્યા- જાણો ક્યા બની ઘટના

દિવસેને દિવસે ક્રાઈમ વધતાં જ જાય છે. નાની-નાની ભૂલોમાં લોકો એકબીજાના ખૂન કરતાં અચકાતા નથી, ત્યારે ગતરોજ રક્ષાબંધન(Rakshabandhan) જેવા પવિત્ર તહેવાર(festival) પર ત્રણ બહેનોના એકના…

દિવસેને દિવસે ક્રાઈમ વધતાં જ જાય છે. નાની-નાની ભૂલોમાં લોકો એકબીજાના ખૂન કરતાં અચકાતા નથી, ત્યારે ગતરોજ રક્ષાબંધન(Rakshabandhan) જેવા પવિત્ર તહેવાર(festival) પર ત્રણ બહેનોના એકના એક ભાઈને ચપ્પુંના ઘા મારી હત્યા કરવામાં આવી. આ કિસ્સો હરિયાણા(Haryana)નો છે. ધોરણ 10માં ભણતા બે મિત્રો ફરવા ગયા હતા.

ત્યારે હરિયાણાના અંબાલામાં બદમાશોએ એક વિદ્યાર્થી(student)ની છરીના ઘા મારીને હત્યા કરી નાખી. જ્યારે તેનો મિત્ર આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિક લોકોની મદદથી બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ એકને મૃત જાહેર કર્યો હતો.

જ્યારે બીજાને ગંભીર હાલતને જોતા પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવ્યો હતો. હની અને લવલી બંને મિત્રો ફરવા ગયા ત્યારે બદમાશોએ અટેક કર્યો હતો. મૃતકના પરિજનોએ જણાવતાં કહ્યું કે લવલી તેના મિત્ર સાથે ફરવા ગયો હતો. આ દરમિયાન ગામના કેટલાક યુવકોએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો.

જયારે બંને મિત્રોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં ત્યારે લવલીને મૃત જાહેર કરવામાં આવ્યો અને હનીની હાલત ગંભીર હોવાથી તેને ચંડીગઢ હોસ્પિટલમાં આગળ સારવાર માટે ખસેડવામાં આવ્યો. આ ઘટના બાદ ડેડિયાણા ગામમાં રક્ષાબંધનનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. મૃતકના પરિજનોએ હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ ઘટના પાછળ જૂની અદાવત હોવાનું કહેવાય છે. પરિવારજનોનું કહેવું છે કે આ બદમાશોએ અગાઉ પણ ઘણી વખત તેમના પર હુમલો કર્યો છે. મૃતક સગીર ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો. તેના પિતા મૃત્યુ પામ્યા છે. 2 બહેનો પરિણીત છે. લવલી પરિવારનો એકમાત્ર આધાર હતો. તે ગામની શાળામાં 10મા ધોરણનો વિદ્યાર્થી હતો. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ હોસ્પિટલમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ડીએસપી જોગીન્દર શર્માએ જણાવ્યું કે મોડી સાંજે માહિતી મળી હતી કે દડિયાના ગામમાં બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં એક સગીર યુવકનું મોત થયું છે. અન્યને પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *