સુરત(ગુજરાત): આજકાલ જન્મદિવસની ઉજવણીનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. પોતાના સંતાનોના જન્મદિવસ પર દરેક માં-બાપને પણ ખુબ જ ખુશી હોય છે. પરંતુ, મૂળ સૌરાષ્ટ્રના ધામેલ ગામના વતની અને હાલ સુરત રહેતા રાહુલ ભુપતભાઇ ગોગદાણી જેઓ સ્પાર્ટન ગ્રુપ સામાજિક સંસ્થા સાથે જોડાયેલ છે. તેમણે પોતાની એક વર્ષની દીકરી સ્વરાના જન્મદિવસ પર સુરત ખાતે કાર્યરત યુવા જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે મળીને 50થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ અને સૂકો નાસ્તો આપ્યો હોવાનું સામે આવ્યું છે.
આજકાલના યુવાનો પોતાનો જન્મદિવસ મોંઘી કેક અને ફાલતુ ખર્ચો કરી પૈસા અને ખાદ્યપદાર્થોનો બગાડ કરતા જોવા મળે છે. આ અન્ન પોતાના પેટમાં તો નહીં પણ કચરામાં જાય છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં તેનો જન્મદિવસ ખૂબ મહત્વનો હોય છે. તેથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેનો જન્મદિવસ ખૂબ જ ખાસ અને સારો રહે.
આ સાથે જ તે ઈચ્છે છે કે, આવનારા સમયમાં તેમનું જીવન સુખી રહે અને ભવિષ્ય ઉજ્જવળ રહે. આ ઉપરાંત, લોકો તેમના જન્મદિવસ પર મિત્રો સાથે પણ પાર્ટી કરે છે. જન્મદિવસની ઉજવણી કરવી યોગ્ય છે. પરંતુ, આજના સમયમાં લોકો આ દિવસે દારૂ વગેરેનું સેવન પણ કરે છે જે ખૂબ જ ખોટું છે.
જન્મદિવસની ઉજવણીમાં સૌથી શુભ કાર્ય છે જરૂરતમંદોની સેવા કરવી અને દાન કરવું. જન્મદિવસના દિવસે, જરૂરિયાતમંદોને ખવડાવવુ જોઈએ. કારણ કે, અન્નદાન એક મહાન દાન છે. આ ઉપરાંત, કોઈની મદદ કરવાથી તમને અલૌકીક આનંદની પ્રાપ્તિ પણ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.