બહેનની સગાઈના દિવસે જ કાકાજી સસરાએ નાની બહેનને રૂમમાં લઈ જઈને આચર્યું દુષ્કર્મ અને પછી….

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

ત્યારે ફરી એક વખત તેવી જ ઘટના સામે આવી છે.  તાજેતરમાં ગીરના કોડીનારમાં સગી બહેનનાં કાકાજી સસરાએ 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાની વિગતમાં વાત કરીએ તો, તાલાલાના માતા-પિતાએ પોતાની મોટી પુત્રીની સગાઈ કોડીનારના છાછર ગામે રહેતાં યુવાન સાથે કરી હતી. આ માટે પરિવારનાં તમામ લોકો છાછર ગામે આવ્યા હતા. આ સમયે માતા-પિતા સાથે મોટી બહેનની સગાઈ હોવાથી 7 વર્ષની નાની બહેન પણ છાછર ગામે આવી હતી. પણ 7 વર્ષની બાળકીને જોઈ મોટી બહેનનાં કાકાજી સસરાજીની નજર બગડી હતી. અને એકલાં લઈ જઈ કાકાજી સસરાએ નાની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, મોટી બહેનની સગાઈના જ દિવસે તેનાં કાકાજી સસરાએ નાની બહેન પર દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને ફક્ત 7 વર્ષની માસૂમ બાળાને જે યાતનામાંથી પસાર કરવામાં આવી તેને લઈ પરિવારમાં ભારોભાર રોષ અને દુખની લાગણી છવાઈ ગઈ હતી. આ મામલે માતા-પિતાએ કોડીનાર પોલીસમાં દુષ્કર્મી કાકાજી સસરા સામે ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *