લગ્નના ત્રીજા જ દિવસે પત્ની દાગીના લઈને ફરાર થઇ ગઈ -જાણો કયાની છે ઘટના

વડોદરામાં કન્યાને પરણાવવાનો મેરેજ ડ્રામા ભજવીને વરરાજાના ખિસ્સા ખંખેરી લેવાનો અનોખો ખેલ પ્રકાશમાં આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ગયા હતા. વાત એવી હતી કે, થોડા સમય પહેલા કરચીયાના એક યુવકનું લગ્ન થયુ હતુ. લગ્ન કરનારો યુવક જાણતો ન હતો કે, તેનુ લગ્ન સાચુકલુ નહીં પરંતુ, એક ડ્રામાનો ભાગ છે. લગ્નના ત્રીજા દિવસે જ્યારે તેની પત્ની પિયરમાં જવાને બહાને દાગીના લઈને ફરાર થઈ ગઈ ત્યારે જ તેને ખબર પડી કે, તે છેતરાયો છે.

પત્નીના પિયરમાં જઈને તપાસ કરતા પતિને જાણવા મળ્યુ કે, જેની સાથે તેનુ લગ્ન થયુ હતુ તે યુવતી અને તેના કહેવાતા પરિવારજનો નાટક મંડળી જેવુ કામ કરે છે. તેઓ મેરેજનો ડ્રામા રચે છે અને લોકો સાથે છેતરપિંડી કરે છે. આ બનાવ અંગે યુવકે જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

કરચીયા ગામના બળદેવનગરમાં રહેતા આકાશ ગુડપ્પા કોળીએ જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ દિવાળીમાં મારા ઘરે કલર કરવા માટે અકબર નામનો શ્રમજીવી આવ્યો હતો. મેં તેને કહ્યુ હતુ કે, મારે લગ્ન કરવુ છે કોઈ છોકરી હોય તો કહેજે. તેણે મને કહ્યુ કે, કરચીયાના ઈન્દિરા નગરમાં રહેતા રામલાલ રાજપૂત નામનો વ્યક્તિ મેરેજ કરાવી આપે છે.

હું રામલાલને મળ્યો પણ તેણે મને કહ્યુ કે, આણંદના નવાખલનો મણીલાલ સોલંકી તારા લગ્ન કરાવી આપશે. હું મણીલાલને મળ્યો પણ તેણે કહ્યુ કે, હું તારા લગ્ન કરાવી આપુ પણ તારે રૂપિયા ૫૦,૦૦૦ આપવા પડશે. મેં તેને પચાસ હજાર રૂપિયા આપી દીધા. તે મને બોરસદ તાલુકાના રાસ ગામે લઈ ગયો. ગામના એકલવ્ય એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં તેણે મને અરવિંદ સોલંકીને મળાવ્યો અને સાથેસાથે સોનલ નામની યુવતીને પણ મળાવી.

આ રીતે મુલાકાત થયા બાદ લગ્ન નક્કી થયા હતા, લગ્ન થયા ના ત્રીજા દિવસે પત્નીએ પિયર જવાનું કહ્યું હતું.ત્યાર બાદ તે પિયર ગઈ હતી અને ત્યાંથી ફરાર થઇ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *