ગુજરાત(Gujarat): ધોળકાથી બગોદરા હાઈવે(Dholka Bagodra Highway) પર ઈકો કારનો ગમખ્વાર અકસ્માત(Accident) થતાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હોવાની જાણકારી મળી રહી છે. અકસ્માત બનતાં જ 108ને જાણ કરવામાં અવી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે ધોળકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર, ઈકો ગાડીમાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.
ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે:
મળતી વિગતો અનુસાર, ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી પાસે વહેલી સવારમાં ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે જોરદાર રીત્તે ટકરાઈ હતી, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ કુલ પાંચ લોકોનાં મોત થતા ચકચાર મચી જવા પામી હતી.
અકસ્માતની ઘટના અંગેની જાણ કરવામાં આવતા 108 ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.
મળતી માહિતી અનુસાર, વારસંગ-બરોડા ગામે રહેતા બહાદુરભાઈ પોતાના અને ભાઈઓના પરિવાર સાથે બરવાળા મુકામે પોતાના કુળદેવીના દર્શન કરવા માટે ઈકો ગાડી લઈને જઈ રહ્યા હતા. આ ઘટનામાં બહાદુરભાઈના નાનાભાઈ પ્રવિણભાઈ ગંભીર રિતે ઘાયલ થયા પછી તેમને હોશ આવ્યો હતો. તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે, પરિવારના એક સાથે 14 સભ્યો ઈકો ગાડીમાં સવાર હતા અને આ ઇકો ગાડી બહાદુરભાઈના દિકરા મહેન્દ્રભાઈ ચલાવતા હતા. પોણા દસ વાગ્યાની આજુબાજુ ધોળકા ક્રોસ કરી થોડે આગળ ધોળકા-બગોદરા હાઈવે પર તેઓ પોતાની લેનમાં ધીમી સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા, જ્યાં આગળ બીજી લેનમાં જઈ રહેલા ડમ્પરે અચાનક જ સ્પીડ ઘટાડી ગાડીવાળી લેનમાં ડમ્પર આવવા દીધુ હતુ. જેના કારણે મહેન્દ્રભાઈએ ગાડી પરનો કાબુ ગુમાવ્યો પડ્યો હતો અને તેમની ઈકો ડમ્પરની પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત દરમિયાન ઈકો કારમાં આગળ સવાર 5 લોકોના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા હતા. મૃતકોમાં બહાદુરભાઈ લાખાભાઈ ઠાકોર તેમના પત્ની હંસાબેન, ગાડી હાંકનાર તેમનો પુત્ર મહેન્દ્ર અને તેની પત્ની છાયાબેન તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રવિણભાઈના પત્ની કૈલાશબેન ઠાકોરનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું છે. બીજી બાજુ પાછળ બેઠેલા પરિવારના અન્ય પાંચ લોકો અને ચાર બાળકોનો આબાદ બચાવ થયો હતો. પાંચેય ધોળકાની ખાનગી હોસ્પિટલમાં જ્યારે 4 બાળકો અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અકસ્માતમાં પ્રવિણભાઈને સામાન્ય ઈજા પહોંચી છે.
તારાપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ઈજાગ્રસ્તોના નામ:
ધીરુભાઈ લાખાભાઈ ઠાકોર (ઉં. 38), આશાબેન ધીરુભાઈ ઠાકોર (ઉં. 35), રાકેશભાઈ બહાદુરભાઈ ઠાકોર (ઉં. 23), લલિતાબેન રાકેશભાઈ ઠાકોર (ઉં. 21).
અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવેલ બાળકોના નામ:
ગોપી મહેન્દ્રભાઈ ઠાકોર (ઉં. 5), હિતેન મહેન્દ્રભાઈ ઠાકોર (ઉં. 3), રાહુલ રાજીવભાઈ ઠાકોર (ઉં. 3),ધવલ પ્રવિણભાઈ ઠાકોર (ઉં. 13).
અકસ્માતમાં સામાન્ય ઈજાગ્રસ્ત થયેલ વ્યકિત:
પ્રવિણભાઈ લાખાભાઈ ઠાકોર (ઉં. 35)
માતરના વારસંગ-બરોડા ગામના ઠાકોર પરિવારના એક સાથે ત્રણ પુરુષ અને બે મહિલા સભ્યોના મૃત્યુના સમાચારથી ગામ શોકની લાગણીમાં ડૂબી ગયું હતું. એક સાથે આજે પાંચના અંતિમ સંસ્કાર માટે અર્થી ઉઠતા આખુ ગામ હિબકે ચડ્યું હતુ અને અંતિમ સંસ્કાર બાદ ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.