હવામાન વિભાગે ઉત્તરાયણને લઈને આપી મહત્વની જાણકારી- કાતિલ ઠંડી અને વરસાદ વચ્ચે ઉજવવી પડશે ઉત્તરાયણ

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને ત્યાર પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે હવે આગામી બે દિવસમાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી કરાઈ છે.હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉતર ગુજરાતની સરહદી વિસ્તારોમાં હાડ થિજાવતી ગુલાબી ઠંડી પડશે. ગઈકાલના રોજ મોડી રાત્રે અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રી નોંધાયો હતો. 6.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં 7 અને અમદાવાદમાં 9.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો.

રાજ્યમાં અગામી બે દિવસ અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા રહેલી છે.

અગામી બે દિવસ જાહેર કર્યું યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતી લાલાઓ ઉત્તરાયણના બે દિવસમાં બરાબરના ઠૂંઠવાશે. વધતી જતી ગુલાબી ઠંડીના ચમકારા લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે. દિવસ દરમ્યાન પણ ઓછી પતંગો જોવા મળશે. ઉત્તરાયણ પુરી થશે એટલે ફરી એક વખત 16થી 20 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાશે.

અત્રે નોંધનીય છે કે, ગઈકાલ સાંજે અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. ઠંડા પવનની અસરથી અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 7 ડિગ્રી ગગડીને 9.1 ડિગ્રીએ પહોંચી ગયો હતો. અમદાવાદમાં ગઈકાલે 9.1 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે.

શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 24.8 અને લઘુતમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, ગઈકાલે ઠંડીએ જોર પકડતા અમદાવાદનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી ગગડીને 9.1 ડિગ્રીએ પહોંચતાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો થયો હતો. રાજ્યના દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં અન્ય શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *