સુરત(SURAT): વ્યક્તિગતથી વૈશ્વિક સેવાની જ્યાથી સરવાણી ફૂટે છે એ પીપી સવાણી(PP Sawani) ગ્રુપ દ્વારા પરિવાર પ્રત્યેના ઉત્તરદાયિત્વના ભાગરૂપે અનેક વખત વિવિધ સેવાકીય અને સમાજ ઉત્થાન માટેના કાર્યક્રમો કરવામાં આવે છે. આઝાદી અમૃત મહોત્સવ સાથે ગત તા 25 માર્ચ એટલે જેને લોકો બાપુજીના હુલામણા નામથી ઓળખે છે એવા વલ્લભભાઇ સવાણી(Vallabhbhai Savani)નો 75 મો જન્મદિન(75th birthday) હતો ત્યારે એની ઉજવણી અંતર્ગત 75 દીકરા – દીકરીઓને અભ્યાસ માટે વિદેશ જવા માટે સંપૂર્ણ સહાય કરવામાં આવશે, એવો સંકલ્પ લેવાયો છે.
જે પૈકી ત્રણ વિદ્યાર્થીઓને ચેક વિતરણ કરાયુ હતું . પી.પી. સવાણી ગ્રુપના ચેરમેન મહેશ સવાણીના જણાવ્યા અનુસાર, બાપુજી (વલ્લભભાઈ સવાણી) હમેશા કહેતા રહે વિકાસ અને ઉત્થાન ક્રમશ થવો જોઈએ જેમાં સ્વવિકાસ થી વૈશ્વિક વિકાસની ઉડાન હોવી જોઈએ. જે પરિવાર અને સમાજમાંથી આવ્યા છીએ એમને માટે જ્યારે મોકો મળે ત્યારે સેવાનું કામ કરી લેવુ જોઈએ. બાપુજીએ તા-25 માર્ચ 2023 ના રોજ 74 વર્ષ પૂરા કરી 75 વર્ષમાં પ્રવેશ કર્યો. જે નિમિત્તે એમની ઈચ્છા અનુસાર સવાણી પરિવારના 75 દીકરા-દીકરીઓને વિદેશ મોકલવાનો સંકલ્પ લેવાયો હતો.
એ સંકલ્પ ના જ અનુસંધાને 3 વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના ચેક અર્પણ કરાયા હતા. જે વિદ્યાર્થીઓ જર્મની, કેનેડા અને ઓસ્ટ્રેલિયા અભ્યાસ અર્થે જશે. આગામી સમયમાં અન્ય વિદ્યાર્થીઓને પણ ચેક વિતરણ કરાશે. એ રીતે બાપુજી 75 વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વિદેશ મોકલીને 75માં જન્મદિનની શૈક્ષણિક ઉજવણી કરી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, સવાણી પરિવાર દ્વારા તમામ સમાજ માટે સેવાકીય કાર્યો કરવામાં આવે છે. પિતા વિહોણી અનેક સમાજ અને વિવિધ ધર્મની હજારો દીકરીઓએ આ પરિવારે જ પોતાની દીકરી માનીને ઉમળકાભેર કન્યાદાન કર્યું છે. સફેદ કપડામાં સજ્જ, માથે પણ સફેદ ટોપી અને ચહેરા પર સુંદર મુસ્કાન જેમની ઓળખ છે એવા બાપુજી (વલ્લભભાઈ સવાણી) દર વર્ષે બર્થડેના નામે રૂપિયાના ખોટા ધુમાડા કરવા કરતા આ રીતે જ કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે પોતાનો જન્મદિન મનાવે છે અને અન્યને પણ જન્મદિન કેમ મનાવવો? એની પ્રેરણા પૂરી પાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.