સુરતમાં બાકી રહેતો પગાર માંગતા શેઠે પૈસાને બદલે કર્મચારીને છાતીમાં ચપ્પુ ઘુસાડી દીધું

સમગ્ર રાજ્યમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધારે હત્યાની ઘટનાઓ તો સુરત શહેરમાંથી સામે આવી રહી છે. હાલમાં પણ સુરત શહેરમાંથી આવી જ અન્ય એક ઘટના સામે આવી છે. નજીવી બાબતે લોકો ઝઘડી પડતા હોય છે.

‘પૈસા માગ્યા છે તો જાનથી મારીને ગટરમાં નખાવી દઈશ’ કહીને એક પેઈન્ટરને શેઠે છાતીમાં ચપ્પુ મારી દેતા એમ્બ્યુલન્સ મારફતે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ‘સાહેબ ગાવ મે મા બીમાર હે, આજ ગાવ જાના થા, એક મહિને કા બાકી 10,000 રૂપિયા પગાર માગા તો ચક્કુ માર દિયા ઓર ધમકી દી હે કે અબ પૈસા માગા તો માર દુંગા, છોડીયેગા મત’ આવી વ્યથાની સાથે આવેલ એક શ્રમજીવીને લઈ ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. મળતી માહિતી અનુસાર, આ ઘટના સુરતના પાંડેસરાની છે.

શેઠે માણસોની સાથે મળી જાહેરમાં ફટકાર્યો હતો:
ઇજાગ્રસ્ત જશવંત વિજય સહાની જણાવે છે કે, સાહેબ છેલ્લા 1 મહિનાથી બરમાન્ડ નજીક કલરકામ કરી રહ્યો છું. એક મહિનાનો પગાર જમા રહેલો છે. ઉત્તરપ્રદેશ ગોરખપુરથી મા બીમાર છે જલ્દી આવી જાઉં એવો સંદેશ આવતા આજે બરમાન્ડ નજીક પગારના બાકી નીકળતા 10,000 રૂપિયા લેવા માટે ગયો ત્યારે વતન જવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો કે, રૂપિયા માગતાની સાથે જ બરમાન્ડએ માણસોની સાથે મળીને જાહેરમાં ફટકારવામાં આવ્યો હતો તેમજ ત્યારપછી છાતીમાં ચપ્પુ મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. આમ, હત્યાનો સીલસીલો યથાવત જ રહ્યો છે.

જાનથી મારી નાખવાની ધમકી પણ આપી:
વધુમાં જણાવે છે કે, મારી સાથે કામ કરતા રાજેન્દ્રના પણ 4,500 રૂપિયા લેવાના નીકળતા હોવાથી એને પણ ‘અબ પૈસા માગા તો માર કે ગટર મેં દાલ દુગા’ કહીને ધમકાવવામાં આવ્યો છે. જો કે, હુમલા પછી કોઈ માનવતાવાદીએ એમ્બ્યુલન્સને જાણ કરતા તેમને સારવાર અર્થે સુરતની સિવિલમાં લાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *