સુરતની પાંડેસરા GIDCમાં મારુતિ ડાઈંગમિલ નજીક આવેલા કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાયટરોએ આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. કેમિકલના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાની પગલે આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, કેમિકલની ફેક્ટરીમાં આગ કયા કારણે લાગી તે અંગે કોઈ કારણ બહાર આવ્યુ નથી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધૂમાડા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, આગ એટલી વિકરાળ હતી કે, ગણતરીના સમયમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઇને ગોડાઉનના બીજા માળ સુધી આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી. ફેક્ટરીમાંથી પાણી અને કેમિકલ મિક્ષ થઇને રસ્તા પર ફરી વળ્યું હોવાથી તે રસ્તાને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને લોકોને ઘટના સ્થળથી દૂર ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. આગની જ્વાળાની સાથે ધૂમાડામાં કેમિકલ જોવા મળ્યું હતું. તેથી ફાયરના જવાનો દ્વારા માસ્ક પહેરીને આગ પર કાબુ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં કેમિકલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી.
કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાને કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતનો આ વિસ્તાર ઈન્ડસ્ટ્રીયલ સાથે સંકળાયેલો હોવાના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બીજી તરફ ફાયર વિભાગ દ્રારા પાણીનો યુદ્ધના ધોરણે મારો ચલાવવામાં આવ્યો હતો. પણ આગ એટલી ભીષણ લાગી રહી છે કે આગ વધારે ને વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આસપાસના લોકો પણ આ વિકરાળ આગને જોઈ ભાગવા લાગ્યા હતા. નજીકમાં રહેતા લોકોને પણ આગે ઝપેટમાં લેતા શ્વાસ રૂંધાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આગ સાડા અગિયારની આસપાસ લાગી હોવાનું ફાયર વિભાગના જવાનોએ પણ જણાવ્યું હતું.
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં નાઈટ્રિક એસિડ સ્પ્રીંડ થવાના કારણે આગ પર કાબુ મેળવવામાં મુશેકલી પડી હતી. ફેક્ટરીમાં ફાયર સેફટીના સાધનો પરંતુ એનઓસી લેવામાં આવી નથી ફાયરની એનઓસી ના હોવાથી અધિકારીઓ સાથે ચર્ચા કરીને કાર્યવાહી કરવામાં આવશે. અને ફેક્ટરીમાં જોખમકારક કેમિકલ એસિડ પણ હતો. જોકે સમયસૂચકતાને પગલે મોટી દુર્ઘટના ટળી હતી.
કામદાર અમનસિંહ ગંગાદીન કેવટ(22) (રહે, ગણેશનગર, પાંડેસરા, સુરત, મૂળ, ઉત્તરપ્રદેશ) 3 મહિનાથી ફેક્ટરીમાં કામ કરતો હતો. ફેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા જ તે ત્રીજા માળેથી નીચે કૂદી પડ્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ફેક્ટરીમાં 40થી 50 કામદારો કામ કરી રહ્યા હતા. જેથી હજી પણ કામદારો ફસાયા હોવાની આશંકા હતી. જને પગલે ત્રણ 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી આવી હતી. જોકે આગ પર કાબૂ મેળવ્યા બાદ કોઇ ફસાયુ ન હોવાનું જાણવા મળ્યું હતું. જોકે કેમિકલ સળગવાને કારણે એક પોલીસ અધિકારી અને 4થી 5 પત્રકારોને આંખોમાં બળતરા થઇ હતી.
કેમિકલ ગોડાઉનમાં લાગેલીઆગ એટલી ભીષણ છે કે, ફાયરના જવાનોને પણ કંપનીની અંદર પ્રવેશ કરવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાંડેસરા GIDCમાં આ કોઈ પહેલી આગ નથી પરંતુ આ અગાઉ પણ બેથી ત્રણ આગની મોટી ઘટનાઓ સામે આવી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.