ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી બાદ કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. સૌથી વધુ ચિંતા સુરતમાં ઉભી થઈ છે. હાલ આણંદ જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આણંદ જિલ્લામાં કોરોના કેસો વધી રહ્યા હોવાથી હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોનાને કારણે આણંદના સારસા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાના આદેશ કરવામાં આવ્યો છે. આણંદના સારસા ગામે આજે એક સાથે 25 કેસ નોંધાતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આણંદના સારસા ગામે આવતીકાલથી 7 દિવસ માટે લોકડાઉન જાહેર થયું છે.
પરંતુ ઘરવપરાશની વસ્તુ માટે સવારે 10 વાગ્યા સુધી છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારસા ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. સારસા ગામના સરપંચે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન આગામી 07 દિવસ માટે જાહેર કરાયું છે. સવારના 10 વાગ્યાબાદ તમામ બજારો, હોટલો સહિતના વેપારધંધા બંધ રાખવા જણાવ્યું છે.
હાલમાં સારસા ગામે કોરોના પોઝિટીવ કેસો વધી રહ્યા છે. જેથી કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે ગામમાં તમામ દુકાનો, ગલ્લાઓ સહિત ધંધા-રોજગારની દુકાનો બપોરે બાર કલાક પછી બંધ રાખવામાં આવે. ત્યારબાદ ગામમાં માસ્ક વગર કોઈ પણ જગ્યાએ બેસવાનું નહીં.
સારસા ગામમાં આજે એક સાથે 25 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આથી કોરોના સંક્રમિત કાબુમાં લાવવા માટે પંચાયત ધ્વારા બપોરે 10 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ રાખવા જણાવેલ હતું. ત્યારબાદ દરેક સભ્યને લોકડાઉનનો ચુસ્ત પણે અમલ કરાવવા સુચનાઓ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle