સુરતમાં મેઘરાજાની સવારી: સિટીમાં દોઢ ઇંચ, ચાર તાલુકામાં અડધો ઇંચ વરસાદ

ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે સુરત જિલ્લાના ચાર તાલુકામાં અડધો ઇંચ વરસાદ સહિત બાકીના તાલુકામાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. જયારે સુરત શહેરમાં દિવસના દોઢ ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. તેમાંય પણ સિટીના બે ઝોનમાં બે ઇંચ વરસાદ પડી ગયો હતો.

ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહીની સાથે જ આજે આખો દિવસ વાદળીયા હવામાન સાથે સતત ટીંપ ટીંપ વરસાદ ચાલુ જ રહ્યો હતો. સુરત જિલ્લાના ચાર તાલુકા બારડોલીમાંગરોળઓલપાડ અને કામરેજમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે બાકીના તાલુકામાં સામાન્ય વરસાદ થયો હતો.

સુરત શહેરમાં પણ દિવસના 12 કલાકમાં દોઢ ઇંચ વરસાદી પાણી પડવાની સાથે આખો દિવસ હિલ સ્ટેશન જેવા વાતાવરણ વચ્ચે સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોને રાહત થઇ જવા પામી હત્યી. આજે લિંબાયત અને અઠવા ઝોન વિસ્તારમાં બે ઇંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે કતારગામ,  સેન્ટ્રલ ઝોનમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. વરાછા-એ ઝોનમાં 1 ઇંચ જ્યારે વરાછા-બી અને રાંદેર ઝોનમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *