જામનગરનું કસ્ટમ વિભાગ જ ખુદ સુરક્ષિત નથી. ભૂજ ડિવિઝન દ્વારા જામનગર કસ્ટમ વિભાગને આપવામાં આવેલું સોનુ ખુદ કસ્ટમના કર્મચારીઓ દ્વારા જ ગાયબ થયું હોવાના આક્ષેપ સાથે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. કચ્છમાં ભૂકંપ આવ્યા બાદ ભૂજ ડિવિઝન દ્વારા જામગનર કસ્ટમને સોનુ સોંપવામાં આવ્યું હતું. વર્ષ 2001થી 2016 સુધીના 15 વર્ષના સમયગાળામાં કસ્ટમ કર્મચારીએ ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેની કિંમત 1 કરોડથી વધુ નોંધવામાં આવી છે.
જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પોલીસ હેડ ક્વાર્ટર સામે આવેલી કસ્ટમ ડિવીઝન ઓફિસના રામસીંગ શીવકુમારસીંગ યાદવે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, IPC કલમ 409 મુજબ સન 1982 અને 1986માં કસ્ટમ ડિવીઝન ભુજ દ્વારા રેડ કરી સોનાના સેમ્પલ જપ્ત કરવામાં આવ્યા હતાં. તે સોનાના સેમ્પલો કસ્ટમ ડિવીઝન ભુજ ખાતે હતા.
પરંતુ વર્ષ 2001માં ધરતીકંપના કારણે કસ્ટમ ડિવીઝન જામનગર ખાતે લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 18 ઓક્ટોબર 2016ના રોજ કસ્ટમ ડિવીઝન ભુજને પરત સોંપવામાં આવ્યું હતું. ત્યારે કુલ પાંચ સેમ્પલમાંથી 2156.722 ગ્રામ સોનુ ઓછુ નીકળ્યું હતું જેની હાલની બજાર કિંમત 1 કરોડ 10 લાખ રૂપિયા છે. આ સોનુ ગયું ક્યાં તે અંગે ફરિયાદ નોંધાઈ છે.
આ સમયગાળા દરમિયાન એક સરકારી કર્મચારીએ સરકારી મિલકત હોવાનું જાણતા હોવા છતાં કોઈ પણ રીતે અંગત ફાયદા માટે મેળવી લઈ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. 2.156 કિલોગ્રામ વજનનું સોનું, જેની કિંમત 1 કરોડ 10 લાખ રૂપિયા છે તે સોનુ ગાયબ થઈ ગયું હોવાની ફરિયાદ નોંધાવી છે. જેથી સમગ્ર મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle