બે મહિલાઓનો એક પતિ… બંને પત્નીએ વહેચી લીધા અઠવાડિયાના ત્રણ-ત્રણ દિવસ, રવિવારે આરામ

આપણે પતિ-પત્ની વચ્ચે ઘણા ઝઘડા જોયા હશે. પરંતુ ઝારખંડ (Jharkhand) ની રાજધાનીમાંથી સામે આવેલા સમાચાર ખુબજ ચોંકાવનારા છે. અહીં રાજેશ નામના વ્યક્તિને બે પત્નીઓ છે. રાજેશ બંને પત્નીઓ સાથે અલગ-અલગ મકાનમાં રહે છે. એકવાર રાજેશને ક્યારે કઈ પત્ની સાથે રહે તે બાબતે ઝઘડો શરૂ થયો હતો.

ઝઘડો બાદ એક રસપ્રદ ઉકેલ આવ્યો હતો. રાજેશે અઠવાડિયાના 3 દિવસ એક પત્ની સાથે અને બાકી ત્રણ દિવસ બીજી પત્ની સાથે રહેવાનું નક્કી થયું હતું. આ પછી, બાકી વધેલા એક દિવસ એટલે કે રવિવારે રજા રહેશે તેવું નક્કી કર્યું.

પહેલા રાજેશ બંને પત્નીઓ સાથે એક દિવસ વિતાવતો હતો, જેના કારણે બંને વચ્ચે ખુબજ ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે વાત પોલીસ સુધી પહોચી ગઈ હતી. દરરોજ એક પત્ની પોલીસ પાસે ફરિયાદ નોધાવા માટે આવતી હતી. ગયા શનિવારે એક પત્ની પોલીસ પાસે જઈને ફરિયાદ નોધાવી હતી કે પાંચ દિવસ બાદ પણ પતી તેની પાસે આવ્યો નથી.

કંટાળીને પોલીસકર્મીઓએ રાજેશને પોલીસ સ્ટેશન બોલાવ્યો. તેમજ બંને પત્નીઓને હાજર રહેવા જણાવ્યું હતું. લાંબી વાતચીત બાદ એવું તારણ નીકળ્યું કે રાજેશ ત્રણ દિવસ તેની પહેલી પત્ની સાથે અને બાકીના ત્રણ દિવસ બીજી પત્ની સાથે રહેશે. છેલ્લો એક દિવસ રજાનો રહેશે. આના પર ત્રણેય સહમત થયા, ત્યારબાદ સમજૂતી પણ થઈ ગઈ. હવે ત્રણેય ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *