અમૂલની એક ભૂલથી લાખો લોકો તિરંગાનું અપમાન કરી બેસશે, જાણો શું લોચો માર્યો?

ગુજરાત(Gujarat): રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani)એ ગાંધીનગર(Gandhinagar) ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવતા કહ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mahotsav)’ હેઠળ અમૂલ દ્વારા…

ગુજરાત(Gujarat): રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani)એ ગાંધીનગર(Gandhinagar) ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવતા કહ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mahotsav)’ હેઠળ અમૂલ દ્વારા 1 કરોડ દૂધની થેલી ઉપર ‘હર ઘર તિરંગા’ના લોગો ચિહ્નિત કરવામાં આવેલ છે. આવી જ રીતે સ્ટેમ્પ-ટીકીટોમાં પણ આ લોગો પ્રિન્ટ કરી દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે ખુબ જ આવકારદાયક છે. પણ પ્રશ્ન એક એવો ઉઠી રહ્યો છે કે, તિરંગાની વધશે શાન કે થશે અપમાન? અમૂલની 1 કરોડ દૂધની થેલી પર તિરંગો ચિહ્નિત કરવામાં આવશે અને કોથળીઓ અંતે જશે તો કચરામાં જ ને!

જીતુ વાઘાણીએ જણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારી-ખાનગી અને સહકારી તમામ ક્ષેત્રોમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં તારીખ 10 અને તારીખ 11 ઓગસ્ટના રોજ દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકોને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

8 મહાનગર પાલિકાઓમાં “હર ઘર તિરંગા યાત્રા”નું કરાયું આયોજન:
આજથી તારીખ 4 ઓગસ્ટથી તારીખ12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતની તમામ 8 મહાનગર પાલિકાઓમાં “હર ઘર તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે સુરત ખાતેથી આ યાત્રાનો શુભારંભ કરાવશે.

સોશિયલ મીડિયા એકાઉન્ટના DP પર રાષ્ટ્રધ્વજ રાખવા કરાઈ અપીલ:
જીતુ વાઘાણી દ્વારા ગુજરાતની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તારીખ 15 ઓગસ્ટ સુધી સર્વે શિક્ષકો, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડેસ્કટોપ અને પ્રોફાઈલ પિકચરમાં રાષ્ટ્રધ્વજને રાખીને #harghartirangaને ટેગ કરવા તેમજ વેબસાઈટ www.harghartiranga.com ઉપર રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ જીતુ વાઘાણી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *