ધોરણ 12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ થયું જાહેર- ફટાફટ આ રીતે કરો ચેક

ગુજરાત(Gujarat): રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર(Gandhinagar) દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઈ પૂરક-2022 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.…

ગુજરાત(Gujarat): રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર(Gandhinagar) દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઈ પૂરક-2022 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ-12ના વિધાર્થીઓ પરિણામને બોર્ડની સતાવાર વેબસાઈટ www.gseb.org પર જોઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા યોજવામાં આવેલ હતી અને માર્ચ-2022માં જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હતા તે વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 50,000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જેનું પરિણામ આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે.

અમે તમને જણાવી દઇએ કે, માર્ચ 2022માં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ હોય તેવા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 વિષયમાં અથવા 2 વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાતમાં 50000 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જેનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે.

 ધો.10 અને 12ના પરિણામ બે મહિના અગાઉ જાહેર થયા હતા:
ગયા મે મહિનામાં ધોરણ 10ની પરીક્ષાનું 65.18 % પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 % અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 % પરિણામ આવ્યું હતું. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 % પરિણામ આવ્યું હતું અને તેમજ ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 72 % પરિણામ આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *