વડોદરા શહેરમાં વધુ એક લવ-જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં લવ-જેહાદના બે કેસ જોવા મળ્યા છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાને મયુદ્દીન ઉર્ફે મયુર પઠાણ લગ્નની લાલચે અપહરણ કરી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. કારેલીબાગ પોલીસે મયુદ્દીનને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં લવ-જેહાદના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. કારેલીબાગમાં શ્રમજીવી પરિવાર રહે છે. તેમની મોટી સગીર પુત્રી ગઈ 2 તારીખે રાતે તેના ઘરેથી ગુમ થઈ હતી. પરિવારજનોએ સગીરાની શોધખોળ કરી હતી, પરંતુ તે મળી નહતી. જોકે એક મહિના અગાઉ કાસમઆલા કબ્રસ્તાન નજીક ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો અને મજૂરીકામ કરતો મયુદ્દીન ઉર્ફે મયૂર પઠાણ તેમના ઘરે બેસવા આવતો હતો. તે તેમની પુત્રીને એકાંતમાં શારીરિક અડપલાં કરતો હતો.
એ સમયે સગીરાની માતાએ તેમ ન કરવા માટે ઠપકો આપ્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખી પરિવારે મયુદ્દીનના ઘરે જઈ તપાસ કરી હતી તો તે મળ્યો નહોતો. પરિવારે જાણ કરતાં કારેલીબાગ પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસે બંનેને પાવાગઢ નજીકના ગામડામાંથી ઝડપી લીધાં હતાં. પોલીસની પૂછપરછમાં મયુદ્દીન ઉર્ફે મયૂર તેને લઈને પાવાગઢની તળેટી, બાસ્કા અને બીજાં અનેક ગામોમાં ફર્યો હતો. તેણે સગીરા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.
આ અગાઉ શહેરની રણોલી ચોકડી પાસે સુપ્રીમ ઓટોપાર્ટ્સ પાછળ રહેતા અમાનતતુલ્લાહ ઉર્ફે રાજા મનસૂરઆલમ નામના યુવકે ત્યાંથી પસાર થતી સગીરાનો પીછો કરી વાતોમાં ફસાવી હતી. આ સગીરા માત્ર 15 વર્ષની છે અને ધોરણ 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સગીરાએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અમાનતતુલ્લાહએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી.
ત્રણ મહિના પહેલાં તેણે લગ્ન કરવાની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત અમાનત દ્વારા સગીરાને મહાદેવનગર રોડવાળા ઘાસના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે 10મા ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી ત્યારે પણ અમાનતતુલ્લાહ સગીરાને દુમાડ હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી તેને લગ્નની લાલચ આપીને ફરવા જવાના બહાને લઇ ગયો હતો. ફરિયાદના આધારે છાણી પોલીસે યુવક સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ પહેલા પણ વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષની હિન્દુ યુવતી તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષના વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ છે. આ પહેલાં ભાગી ગયા બાદ વિધર્મી યુવકે યુવતી સાથે નિકાહ કરીને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું અને ત્યાર બાદ યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પિતાનું મૃત્યુ થયું હતું અને પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ હતી.
વડોદરામાં સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનેલા મુસ્લિમ યુવક ઝુબેર અલી ઝુલફીકાર પઠાણે પરિણીતાને તેના અશ્લીલ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં પોલીસે યુવકનો મોબાઇલ ફોન કબજે કરી તપાસ કરતાં તેના મોબાઇલમાંથી તેણે તમામ ફોટા સહિતનો ડેટા ડિલિટ કરી દીધા હોવાથી આ ડેટા રિકવર કરવા પોલીસે ફોન જપ્ત કરી એફએસએલમાં મોકલવાની તપાસ કરી હતી. બીજી તરફ 1 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે યુવકને જેલમાં ધકેલી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.