અત્યારે દુનિયામાં કોરોના વાયરસે અફરાતફરી મચાવી છે.દુનિયાના 105 દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ચુક્યો છે ત્યારે હવે મોટો ખુલાસો થયો છે. કોરોના વાયરસ ચીનના વુહાનથી ફેલાયો હતો. આ 15 ડિસેમ્બર 2019 ની આસપાસ છે, જ્યારે વુહાનમાં આ જીવલેણ વાયરસ સંબંધિત પ્રથમ કેસ સામે આવ્યો હતો. ડોકટરોને પણ જાણવા મળ્યું હતું કે આ વાયરસ અલગ અને જીવલેણ છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાશે. પરંતુ ચીની સરકાર અને અધિકારીઓએ ડોકટરો ને કંઈપણ કહેવાની ના પાડી. જો તે જ સમયે ચીને વુહાનના આ ડોકટરોની વાત સાંભળી હોત તો દુનિયાએ આ દિવસો ન જોયા હોત.
વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 122,926 લોકોને ચેપ લાગ્યો છે. 4595 લોકોનાં મોત નીપજ્યાં છે.ડોક્ટર કે જેણે આ વાયરસ વિશે પ્રથમ વાત કરી હતી તેનું મૃત્યુ વુહાનમાં થયું હતું. કેટલાક લોકો ગુમ થયા હતા. ચાલો જાણીએ આઈ ફેન નામના ડોક્ટરની વાત કે જેમણે કોરોના વાયરસને શોધ્યો હતો. વુહાનના ડોક્ટર આઈ ફેને કહ્યું કે મારા ઘણા સાથીદારો આ રોગથી પીડિત લોકોની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. પરંતુ ડિસેમ્બરમાં જ્યારે અમે આ વાયરસ વિશે ઉચ્ચ સરકારી અધિકારીઓને કહ્યું, ત્યારે અમને ચૂપ રહેવાનું કહેવામાં આવ્યું.
ડોક્ટર આઇ. ફેને આ બધી બાબતો ચીનના સામાયિક રેનવુને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવી હતી. તેઓ વુહાન સેન્ટ્રલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગના ડિરેક્ટર છે. ડો. ફેને કહ્યું કે તેમને ધમકી આપવામાં આવી હતી કે જો તમે આ વાયરસ વિશે કોઈની સાથે વાત કરો તો તેના પરિણામો ખૂબ જ ખરાબ થશે. સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવનારા તેના સાથી અને ડોક્ટર લી વેનલીંગ હાલમાં જેલમાં છે.
ડોક્ટર ફેને કહ્યું કે જો મને ખબર હોત કે આ વાયરસ આટલા બધા લોકોને મારી નાખશે, તો હું ચૂપ ન રહેત. હું આ વાત આખી દુનિયાને કહી દેત. હું જે રીતે કહી શેઇ હોત એ રીતે કહેત ભલે મને જેલમાં પુરી દે. ફેનનો આ ઇન્ટરવ્યૂ વેસબાઈટ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.સોશિયલ મડિયા પરથી પણ તેને લગતી પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી પણ લોકોએ તેના સ્ક્રીનશોટ લઈ લીધા હતા. હવે ડો.ફેનનો ઇન્ટરવ્યુ તેને ઇમોજી અને મોર્સ કોડમાં બદલીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. નિર્માતા ટોની લિને તેને તેના ટ્વિટર હેન્ડલથી આ શેર કર્યું છે.
ડો. ફેને કહ્યું કે 30 ડિસેમ્બરે તેમણે ઘણા દર્દીઓ જોયા જેમને એક જેવા જ લક્ષણો હતા. જ્યારે અમે તેની લેબમાં તેની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે તેની અંદરનો વાયરસ સાર્સ કોરોનાવાયરસ જેવો છે.ડો. ફેને રિપોર્ટ તૈયાર કર્યો અને તેને તેના વરિષ્ઠ અધિકારીઓ અને સરકારી અધિકારીઓને મોકલી આપ્યો. સાંજ સુધીમાં આ રિપોર્ટ વુહાનના અનેક ડોકટરો સુધી પહોંચી ગયો.એક ડોકટરે સોશિયલ મીડિયા પર મૂકી દીધું કે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે.
રાત્રે, હોસ્પિટલ મેનેજમેન્ટે એક સંદેશ આપ્યો હતો કે ડો.ફેન આ રોગ વિશે કોઈને કહેશે નહીં. બે દિવસ પછી તેને ધમકી આપવામાં આવી હતી કે જો તમે કોઈને તેના વિશે કહો, તો પરિણામ ખૂબ ખરાબ થશે.ડો. ફેને તમામ સરકારી અધિકારીઓને અને હોસ્પિટલ મેનેજમેન્ટને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈએ તેનું સાંભળ્યું નહીં. 21 જાન્યુઆરી સુધીમાં હજાર કરતા પણ વધારે દર્દીઓ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.