સુરત(ગુજરાત): સુરત(Surat)માં અવારનવાર યુવાનો તાપી નદી(Tapi river)માં નાહવા માટે પડતા હોય છે. ત્યારે કોઈ કારણોસર ડૂબી જવાથી તેમનું મોત નીપજતું હોય છે. ત્યારે આવો જ એક બનાવ ફરીથી સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાંથી વહેતી તાપી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. કોઝ વે 6.62 મીટર ઉપરથી બે કાંઠે વહી રહ્યો છે. ત્યારે રાંદેરના કોઝવે(Rander Causeway)માં ન્હાવા પડેલા ચાર મિત્રોમાંથી એક યુવકનું ધસમસતા પાણીમાં ડૂબી ગયો હતો. જેને કારણે ફાયરબ્રિગેડ(Fire brigade)ની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવકના મોતની જાણ પરિવારને થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો.
મળતી માહિતી મુજબ, રાંદેર કોઝ વેમાં ભેસ્તાનમાં આવેલા પાલિકાના આવાસમાં રહેતા ઉસ્માન સલીમ મેમણ સહિતના ચાર યુવકો ન્હાવા માટે ગયા હતા. વરસાદી માહોલ હોવાથી બપોરના સમયે ચારેય મિત્રો કોઝ વેમાં તાપી નદીમાં ન્હાવા માટે પડ્યાં હતાં.
તે દરમિયાન ઉસ્માન સલીમ મેમણ તાપી નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબી ગયો હતો. ત્યારબાદ અન્ય મિત્રોએ આ અંગે તાત્કાલિક ફાયરબ્રિગેડનો સંપર્ક કર્યો હતો. આ પછી ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને યુવકની શોધખોળ શરુ કરી હતી. જેમાં 22 વર્ષના ઉસ્માન મૃત હાલતમાં મળી આવ્યો હતો.
જયારે પરિવારને ઉસ્માન તાપી નદીમાં ડૂબી ગયો હોવાની થઇ ત્યારે પરિવાર પણ રાંદેર કોઝ વે પર તાત્કાલિક દોડી આવ્યો હતો. તે દરમિયાન ઉસ્માનનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. સમગ્ર ઘટનાને કારણે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.