આજકાલ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. લોકો બેફામ રીતે વાહન ચલાવતા હોય છે જેથી અકસ્માત સર્જાય છે અને મોતને ભેટવાનો વારો આવે છે. આ દરમિયાન એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક બાઈક ચાલકનું ડિવાઈડર સાથે અથડાતા મોત નીપજ્યું હતું.
જાણવા મળ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના કાકારેજમાં બાઈક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ઉપરાંત એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના કાકારેજના ખીમાંણા પુલ પર બાઈક અકસ્માત સર્જાયો હતો. બાઈક ડિવાઈડર સાથે અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન ઘટનાની જાણ થતા 108 સહિત પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી.
પોલીસ દ્વારા અકસ્માતની ઘટના બાદ ઇજાગ્રસ્તને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખેસડવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ તપાસ દ્વારા માહિતી મળી છે કે, મૃતક બાઈક સવાર કાંકરેજના માનપુર ગામનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.