ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. હવે ગઈકાલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. ગઈકાલે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. ત્યારે ચૂંટણી પંચથી લઈને તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો લોકોને વોટ કરવા માટે અપીલ કરી રહ્યાં છે. લોકશાહીમાં એક એક મત ખુબ જ કિંમતી છે. ત્યારે મત અપાવવા માટે નેતાઓ અને જાગૃત સંસ્થાઓ દ્વારા અનેક પ્રલોભનો તથા સ્કીમ આપવામાં આવતી હોય છે. ત્યારે આ દરમિયાન બીજા તબક્કામાં મતદાનની ફરજ નિભાવનાર લોકોને અનોખી ઓફર આપવામા આવી છે અને બીજા તબક્કામાં મતદાન કરનારા તમામ મતદારોને એક રૂપિયા સસ્તુ પેટ્રોલ(Petrol) મળશે.
ગુજરાતના પેટ્રોલ પંપ એસોસિએશન તરફથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બીજા તબક્કાની બેઠકો પર મતદાન કરનાર મતદારને એક લિટર પેટ્રોલ પર એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોકો વધુ મતદાન કરે તે માટે પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા આમહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવતા કહ્યું હતું કે, આપણા રાજ્યમાં તારીખ 5.12.2022 ને સોમવારના રોજ મતદાનનો બીજો તબક્કો છે. જેમાં વધારે મતદાન થાય તે નિમિત્તે અમારા પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા એક આકર્ષક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેમાં કોઈ વ્યક્તિ મતદાન કરીને આવે અને મતદાનનું ચિન્હ બતાવશે તો પેટ્રોલ પંપ પર 1 લીટર પેટ્રોલ ઉપર અમે 1 રૂપિયો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે લિમિટેડ રહેશે, આમાં કોઈ કન્ડિશન નથી. અમે આશા રાખીએ છીએ કે આ અમારી સ્કીમ ખૂબ સફળ થાય અને લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચે.
5 ડિસેમ્બર એટલે કે કાલે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.