આસામ: બુધવારે સાંજે આસામના જોરહાટમાં એક મોટી દુર્ઘટના બની હતી. આ દુર્ઘટના બ્રહ્મપુત્ર નદીમાં 100થી વધુ યાત્રિકોને લઈને જતી 2 બોટ અથડાવાને કારણે બની હતી. આ અકસ્માતમાં એક બોટ ડૂબી ગઈ હતી. દુર્ઘટના પછી 30 લોકોએ તરીને પોતાનો જીવ બચાવી લીધો હતી. જેમાં મહિલાઓ અને બાળકો પણ સમાયેલા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંને બોટ અલગ અલગ દિશામાંથી આવતી હતી. એક બોટ જોરહાટના નિમતીઘાટથી માઝુલી આવી રહી હતી, જ્યારે બીજી બોટ માઝુલીથી જોરહાટ તરફ જઈ રહી હતી. સ્થાનિકો કહ્યું હતું કે, બોટ માઝુલી ઘાટથી માત્ર 100 મીટર દૂર હતી. લગભગ 25થી 30 બાઈક પણ બોટમાં રાખવામાં આવી હતી.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ અ અંગે જણાવ્યું હતું કે, સામસામે બંને બોટ અથડાઈ હતી. જેમાં એક ઊંધી વળી ગઈ હતી. હાલ તે બોટમાં કેટલા સવાર હતા તે અંગે શોધખોળ ચાલી રહી છે. જો કે અત્યાર સુધીમાં 42 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યા છે. આમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 4 લોકો ગુમ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમેં લોકોનો જીવ બચાવી લીધો હતો. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ દુર્ઘટના પછી દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ રાજ્યના મંત્રી બિમલ બોહરાને તરત ઘટના સ્થળે પહોંચવાના આદેશ જાહેર કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે, તેઓ આવતીકાલે નિમતીઘાટની મુલાકાત લેશે.
આસામના મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી અમિત શાહે પણ ફોન પર વાત કરીને ઘટના અંગે હાલ પૂછ્યા છે. સોશિયલ મીડિયા પર દુર્ઘટનાનો વીડિયો ખુબ જોરમાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમને જોવા મળે છે કે, બોટ ડૂબી જાય છે, ત્યારબાદ બોટમાં સવાર લોકો નદીમાં કુદી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.