અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. આ અકસ્માતને કારણે કેટલાય નિર્દોષ લોકોના અકાળે જીવ જતા હોય છે. તેમજ આ અકસ્માતોને કારણે કેટલાય લોકો પોતાના ઘરની છત્રછાયા ગુમાવતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં અકસ્માતને કારણે એક પરિવારના એકના એક દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. બે બહેનોનો એકનો એક જ ભાઈ હતો.
મળતી માહિતી અનુસાર, ધવલ ધીરૂભાઇ કાચા(21) કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલ પટેલ પાર્કમાં રહેતાં હતા. ત્યારે આજે વહેલી સવારે તે પોતાનું બાઇક લઈ કુવાડવા તરફ જતાં હતાં. આ દરમિયાન ત્યારે સાત હનુમાન મંદિર પાસે બાઈકનું અકસ્માત થતાં રોડ પર યુવક પટકાયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તેમજ લોકોએ 108 ને જાણ કરી હતી. જેના તબીબે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી અને કાગળો કરી મૃતદેહને સિવિલે પીએમમાં ખસેડી વધું તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક ધવલ કુવાડવામાં ક્રિષ્ણમ નામની લેબોરેટરી ચલાવતો હતો. અને ગત રોજ તે પોતાના ઘરેથી લેબોરેટરી જવા માટે નીકળ્યો હતોને કાળનો ભેટો થયો હતો.
જાણવા મળ્યું છે કે, મૃતક ધવલની એક મહિના પહેલાં જ શાપુર સગાઈ થઈ હતી. ત્યારે અકસ્માતમાં દીકરાના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ પરિવાર પર આભ તૂટી પડ્યું. તેમજ મૃતક બે બહેનનો એકનો એક ભાઈ હોવાને કારણે બંને બહેનોની હાલત પણ કફોડી બની છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.