OnePlus સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, બેગમાં મુકેલો ફોન અચાનક થયો બ્લાસ્ટ અને…

બેંગલુરુ: આજકાલ એવા ઘણા બનાવો સામે આવી રહ્યા છે જેમાં સ્માર્ટફોન ફાટવાથી મોત નીપજતા હોય છે. આ દરમિયાન આવો જ એક બનાવો વનપ્લસ નોર્ડ 2 સ્માર્ટફોનની બેટરી સાથે થયું છે. થોડાક દિવસો પહેલા oneplus નોર્ડ 2ને ખરીદનારી એક મહિલાએ દાવો કર્યો કે બાઇક ચલાવતા સમયે તેનો ફોન સ્લિંગ બેગની અંદર ફાટી ગયો હતો. વનપ્લસે આ મુદ્દાને સ્વીકાર કરી લીધો છે અને એ શોધી રહ્યા છે કે, ફોનની બેટરીમાં વિસ્ફોટ કેવી રીતે થયો.

બેંગલુરુના અંકુર શર્મા દ્વારા આ આરોપ એક ટ્વિટ દ્વારા કરવામાં આવ્યો હતો. અંકુરના મતે જ્યારે તેની પત્ની બાઇકથી જઈ રહી હતી તો 5 દિવસ જૂના વનપ્લસ નોર્ડમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતા જ વનપ્લસ નોર્ડ 2 માંથી ધુમાડો નીકળવો લાગ્યો હતો. આ દરમિયાન ફોન મહિલાના સ્લિંગ બેગમાં મુકેલો હતો. સ્માર્ટફોનમાં વિસ્ફોટ થવો કોઇ નવી વાત નથી. ઘણા લોકોને સેમસંગની આવી નિષ્ફળતા યાદ હશે. જ્યાં વિભિન્ન ગેલેક્સી નોટ 7 યૂઝર્સે સ્માર્ટફોન સાથે જોડાયેલ ઘણી વિસ્ફોટની ઘટનાઓને જોઈ હતી.

જોકે, નોર્ડ 2 યૂઝર દ્વાર રિપોર્ટ કરવામાં આવેલો નવો મામલો હોઇ શકે છે. જેને લઇને કંપની દ્વારા પહેલા જ તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા દ્વારા આ વિસ્ફોટ થયેલા OnePlus Nord 2ની તસવીર શેર કરવામાં આવી છે. જેમાં ફોન પૂરી રીતે સળગેલો જોવા મળે છે. ફોનની ડિસ્પ્લે, ફ્રેમની સાથે સાથે બેક પેનલને પૂરી રીતે ડેમેજ જોવા મળે છે. તસવીરોમાં સળગેલા સ્માર્ટફોનની પરત જોવા મળે છે.

તસવીરોથી સ્પષ્ટ થાય છે કે, ડિવાઇસ અંદરથી ફાટી ગયું છે. પોતાના ટ્વિટમાં અંકુંર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, વિસ્ફોટના કારણે તેની પત્નીનો અકસ્માત થયો હતો અને તે હજુ આઘાતમાં છે. વનપ્લસ નોર્ડ 2 સાથે જોડાયેલી આ પ્રથમ ઘટના છે. ટ્વિટર પર વનપ્લસ સપોર્ટ એકાઉન્ટ દ્વારા સાર્વજનિક ટ્વિટમાં કંપનીએ લખ્યું કે, અમે તમારા અનુભવ વિશે સાંભળીને ખુબ દુખી છીએ.

અમે તમારી સાથે સીધા સંદેશ પર અમારી સાથે જોડવાનો અનુરોધ કરી રહ્યા છીએ જેથી અમે સંશોધન કરી શકીએ અને તેને તમારા માટે બદલી શકીએ. OnePlusની તપાસ પછી જ અમને વિસ્ફોટના અસલી કારણની ખબર પડશે. જાણવા મળ્યું છે કે, OnePlus Nord 2 ભારતમાં 29 જુલાઇએ વેચાણમાં ઉપલબ્ધ થયો હતો. જેની શરૂઆત કિંમત 29,999 રૂપિયા છે. 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોર વાળા મોડલની કિંમત 34,999 રૂપિયા રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *