4 ફૂટનો મગર ઘરમાં ઘુસી આવ્યો, 15 મિનિટની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યો

રાજસ્થાન: રણથંભોરનો એક મગર ખિલચીપુર ગામના ઘરમાં ઘૂસી ગયો હતો. 4 ફૂટ લાંબો મગર જોઈને ઘરના લોકો ચોંકી ગયા હતા. ઘટના પર પહોંચીને વન વિભાગની…

રાજસ્થાન: રણથંભોરનો એક મગર ખિલચીપુર ગામના ઘરમાં ઘૂસી ગયો હતો. 4 ફૂટ લાંબો મગર જોઈને ઘરના લોકો ચોંકી ગયા હતા. ઘટના પર પહોંચીને વન વિભાગની રેસ્ક્યુ ટીમે મગરને રૂમમાંથી બહાર કાઢી હતી. તેનો બચાવ પણ ખૂબ જ વિચિત્ર રીતે કરવામાં આવ્યો હતો. ટીમના એક કર્મચારીએ હાથથી તેનું મો પકડી દીધું અને તેને ઉઠાવી લીધો હતો. જ્યારે તેને ઘરની બહાર લાવવામાં આવતો હતો તે દરમિયાન જયારે તે છટપટવ લાગ્યું ત્યારે એક કર્મચારીએ તેની પૂછડી પકડી લીધી હતી, ત્યારબાદ તેને કારમાં બેસાડી તેને જંગલમાં છોડી દીધો હતો.

વન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એક મગર સવારે પ્રહલાદ ગુર્જરના ઘરમાં ઘુસી ગયો હતો. જ્યારે ઘરના લોકોએ મગરને જોયો તો તેમણે ચીસો પડી હતી. ત્યારબાદ મગર ઘરના રૂમમાં ઘૂસી ગયો હતો. મગરના રૂમમાં પ્રવેશને કારણે ઘરના લોકો ગભરાઈ ગયા હતા અને ગણેશ ધામ ચોકી પર તેની જાણ કરી હતી. ગણેશ ધામ ચોકીના કર્મચારીઓએ રણથંભોર બચાવ ટીમને આ અંગે જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ બચાવ ટીમ સ્થળ પર પહોંચી અને 15 મિનિટની મહેનત બાદ મગરને પકડ્યો હતો. રેસ્ક્યુ ટીમે નારાયણ સિંહ નારુકા ROPT ની સૂચના મુજબ જોગી મહેલ, રણથંભોરના તળાવમાં મગરને છોડયો હતો.

આ દરમિયાન બચાવ ટીમમાં ટીમ ઈન્ચાર્જ રાજવીર સિંહ, બાલકિશન, જસકરન, આરતી હાજર હતા. બચાવ ટીમના સભ્ય બલકિશન સૈનીએ જણાવ્યું હતું કે, મગર લગભગ 4 ફૂટ લાંબો હતો. બચાવ ટીમે તેને લાકડીની મદદથી પકડી જંગલમાં છોડી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *