શ્રીલંકા(Sri Lanka)માં પેટ્રોલ પંપની બહાર લાંબી કતારોમાં પોતાના વારાની રાહ જોતા બે 70 વર્ષના વૃદ્ધોના મોત થયા હતા. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. શ્રીલંકા આ દિવસોમાં ઈંધણ(Fuel)ની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે અને તેની સામે વિદેશી મુદ્રા ભંડારનું ઐતિહાસિક સંકટ ઉભું થયું છે. કોલંબો પોલીસે જણાવ્યું કે શનિવારે મધ્ય કાંડી(Kandi) જિલ્લા અને કોલંબો(Colombo)ના ઉપનગરીય વિસ્તારમાં લગભગ 70 વર્ષની વયના બે વૃદ્ધોના મૃત્યુ થયા.
પોલીસના જણાવ્યા અનુસાર બંને લગભગ છ કલાક સુધી પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. તીવ્ર ગરમી તેના મૃત્યુનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અધિકારીઓએ કહ્યું કે સરકાર રાહત માટે ભારતીય ઈંધણ પર નિર્ભર છે.
રાજ્ય સંચાલિત સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના પ્રમુખ સુમિત વિજેસિંઘેએ જણાવ્યું હતું કે, “અમે ભારતીય ક્રેડિટ લાઇન્સમાંથી પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણ જેવા ઉત્પાદનો મેળવીએ છીએ.” તેમણે કહ્યું, “અમને 13મી અને 14મી તારીખે જેટ ઇંધણ મળ્યું. છે. બીજું ડીઝલ જહાજ અમારી પાસે આવ્યું છે જેમાંથી આવતી કાલે કાર્ગો ઉતારવામાં આવશે.”
તેમણે કહ્યું કે એવું લાગે છે કે લોકો ઈંધણના અભાવે તેનો સંગ્રહ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કટોકટી પહેલા ડીઝલની દૈનિક માંગ 5500 MT અને પેટ્રોલની 3300 MT હતી પરંતુ વધુ પડતી ખરીદીને કારણે તે અનુક્રમે 7000-8000 MT અને 4200 MT સુધી પહોંચી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.