મકાન ધરાશાયી થતા ઘરમાં સુતા ત્રણ બાળકોના દર્દનાક મોત- જાણો ગુજરાતમાં ક્યાં બની કાળજું કંપાવતી ઘટના

ગુજરાત(Gujarat): ભરૂચ(Bharuch)થી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચની સહજાનંદ ડેરી(Sahajanand Dairy)ના ખાંચામાં આવેલા લાલભાઈની પાટ વિસ્તારમાં ચાર દિવસ…

ગુજરાત(Gujarat): ભરૂચ(Bharuch)થી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચની સહજાનંદ ડેરી(Sahajanand Dairy)ના ખાંચામાં આવેલા લાલભાઈની પાટ વિસ્તારમાં ચાર દિવસ અગાઉ મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ આજે ભરૂચના બંબાખા(Bambakha)ના વિસ્તારના કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 6 સભ્ય કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેમાં ત્રણ બાળકના દટાવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે માતા-પિતાને હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

માસુમ બાળકોને ક્યાં ખબર હતી કે જીવનની અંતિમ રાત હશે:
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે બંબાખાનાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવમાં એક મકાન ધરાશાયી થવાને કારણે આ કાટમાળ નીચે દટાવાથી એક જ પરિવારના ત્રણ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધડાકાભેર મકાન તૂટી પડવાને કારણે આસપાસના લોકો પણ દોડીને ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ:
સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકો ઘટના અંગે નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો તરત જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિકોની મદદ વડે બચાવકાર્ય હાથ ધરી દંપતીને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું, જ્યારે 10 વર્ષીય નિશા કિશોરભાઈ ગુજ્જર, પ્રિન્સ કિશોરભાઈ ગુજ્જર અને અંજના કિશોરભાઈ ગુજ્જર એમ ત્રણ બાળકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. મકાન ધરાશાયી થવાને કારણે એક જ પરિવારનાં ત્રણ બાળકનાં મોતને પગલે વિસ્તારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *