માવાપ્રેમીઓ માટે ખુશખબર: ઓનલાઈન મળી રહ્યા છે માવા, આ વેબસાઈટ પર કરો ઓડર

સરકાર એક તરફ દર વર્ષે બજેટમાં તમાકુ ઉપર વેટ વધારીને લોકોમાં તેની લત ઘટાડવા માંગે છે તો બીજી તરફ હવે ઓનલાઈન તમાકુ, પાનમસાલા, માવાનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. જમાનો બદલાઈ રહ્યો છે. ફેશન ડિઝાઈનના કપડા, પગરખા ઈલેક્ટ્રોનિક આઈટમો શાકભાજી બધું મોબાઈલ-કમ્પ્યુટર ઉપર એક ટચ કરતાં તેને ઓનલાઈન ખરીદી શકાય છે. તેમાં લોકોની લતને ધ્યાનમાં રાખીને માવા પણ ઓનલાઈન વેચાણમાં મુકવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે તંત્ર અને સરકારે છૂટછાટ આપી છે. પણ સુરત, રાજકોટ, જામનગર અને જૂનાગઢ જેવા શહેરમાં આ છૂટછાટમાં પાન, મસાલા-માવાના ઓનલાઈન ઓર્ડર મળતા થયા છે. આટલું જ નહીં હોમ ડિલીવરી માટે પણ કોઈ ચાર્જ લેવાતો નથી. રાજકોટ, જામનગર તથા સુરત જેવા શહેરમાં કેટલાક પાનના વેપારીઓ આ પ્રકારને ફોન પર વાત કરીને માલ તૈયાર કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રાહકોને હોમ ડિલીવરી સર્વિસ પણ આપી રહ્યા છે.

શહેરના કેટલાક વિક્રેતાઓએ માવા અને પાન-મસાલાનું ઓનલાઇન વેચાણ શરૂ કર્યું છે. તે સાથે સાથે વિક્રેતાઓએ ગ્રાહકોને હોમ ડિલિવરીની સેવા પણ આપવાનું પણ શરૂ કર્યું છે. જો કે, કેટલાક લોકો માવા અને પાન-માસાલાના બંધાણી હોય અને તેમને લત લાગતા તેઓ પણ ઓનલાઇન ખરીદી કરતા જોવા મળ્યા છે. વિક્રેતાઓ ફેસબુકના માર્કેટપ્લેસ માધ્યમથી માવા અને પાન-માસાલાનું ઓનલાઇન વેચાણ કરી રહ્યા છે. સાથે ગ્રાહકોને હોમ ડિલિવરી ફ્રીમાં આપી રહ્યા છે.

કાચી 35 ડોટ કોમ (kachi35.com) નામની વેબસાઈટ

કાચી 35 ડોટ કોમ નામની વેબસાઈટ ઉપર માવાની કિંમત રૂપિયા 15 છે. કાચી 135ના માવા ઉપરાંત તમાકુ, સિગરેટ, પાનમસાલા પણ રૂા.22થી માંડી 110 સુધીના ભાવે મળી રહ્યાં છે. વેબસાઈટ ઉપર પાન-માવાના વેચાણની સાથે તેના રિવ્યુ પણ લખાણની સુવિધા રખાઈ છે. કાઠિયાવાડથી શરૂ થયેલા માવા છેક વિશ્વ ફલક પર ઓનલાઈન પહોંચી ગયા, ગજબ કાઠિયાવાડ!

કેટલાક બંધાણીઓ તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. ફોન તથા મેસેજના માધ્યમથી તેમના આ પ્રકારના ઓર્ડર મળી રહ્યા છે. જોકે, રાજકોટ જેવા શહેરમાં બંધ બારણે પાન, ફાકી, માવા-મસાલાના બેગણા ભાવ વસુલવામાં આવી રહ્યા છે. આ રીતે લોકડાઉનના સમયમાં લૂંટ ચાલી રહી છે. માવાના રૂ.15 અને સિગારેટ રૂ.600માં વેચાઈ રહી છે. સામાન્ય રીતે એવું પણ જોવા મળી રહ્યું છે કે, જે ડિલીવરી બોય ઘરે વસ્તુ આપવા માટે આવે છે એમની સાથે રસ્તા આવતા જે તે વિક્રેતાઓના ઘરેથી તેને લાવવાનું કહેવામાં આવે છે. પેકિંગમાં એકાદ બે માવા સરળતાથી રહી જાય છે. ગ્રાહક સુધી પહોંચી જાય છે.

આ સિવાય બીજી પડીકી અને સુકી સોપારીના ભાવ પણ મનફાવે એટલા લેવામાં આવી રહ્યા છે. કેટલાક બંધાણીઓ જથ્થાબંધ પાન-મસાલાનો સ્ટોક કરી રહ્યા કરી રહ્યા છે. તો કેટલાક કાચો માલ જેમ કે, કાચી સોપારી, સેકેલ સોપારી કે સુગંધીના ડબ્બાઓ ઘરે મંગાવીને ચલાવી રહ્યા છે. પણ આ સમયમાં આવો માલ પણ સરળતાથી મળતો નથી અને સસ્તો પણ નથી. લોકડાઉનના સમયમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની છૂટનો કેટલાક અંશે દૂરઉપયોગ પણ થઈ રહ્યો છે. બીજી તરફ આ વાતને લઈને પોલીસ પણ સર્તક બની છે. ગત અઠવાડિયે અમદાવાદમાં થર્મોસમાં પાન મસાલા લઈને જતા ગ્રાહકને પોલીસે દબોચી લીધા હતા. આ શખસે મોટા સ્ટિલના થર્મોસમાં પાન મસાલા છુપાવ્યા હતા. જ્યારે પોલીસને કહ્યું હતું કે, તે ગરીબોને ચા-નાસ્તો આપવા માટે જઈ રહ્યો છે. જ્યારે પોલીસને શંકા જતા તપાસ કરી ત્યારે ભાંડો ફૂટ્યો હતો. થર્મોસમાં ઉપરની બાજું દૂધની થેલી રાખી હતી જ્યારે તેની નીચે આ પ્રકારની સામગ્રી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *