દેશમાં છેલ્લા ત્રણ દિવસથી ચાર લાખને પાર કોરોના કેસો નોંધાઈ રહ્યા છે, આ સાથે જ રાહતના સમાચાર એ છે કે, કોરોનાથી સાજા થનારની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જે હોસ્પિટલો અને સ્મશાનમાં લાંબી લાંબી લાઈનો હતી આજે એ જ લાઈનોમાં ઘટાડો થઇ રહ્યો છે અને લોકો કોરોના સામે લડવા દરેક પ્રયત્નો કરી રહ્યા છે અને સ્વસ્થ રહેવા માટે દરેક નાની નાની વસ્તુની કાળજી લઇ રહ્યા છે. તેમછતાં હજુ પણ થોડા સમય માટે આપણે સૌએ કોરોનાને હલકામાં ન લેવો જોઈએ કારણ કે કોરોનાના કેસો આજે પણ વધી રહ્યા છે.
હાલ કોરોના સામે લડવા લોકોને સારવારની સાથે સાથે મનથી પણ મજબુત રહેવું ખુબ જ જરૂરી છે, હાલ આવા જ એક પોઝીટીવ સમાચાર દાહોદ માંથી સામે આવ્યા છે. દાહોદ જીલ્લાના એક કોવીડ સેન્ટરમાં ચમત્કાર સર્જાયો હતો. હાલ કોરોનાથી સાજા થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ઘણા દાખલાઓ એવા પણ આવ્યા છે કે મોટી ઉંમરના અને સાથે સાથે ડાયાબીટીસ અને બીપી જેવી બીમારીથી પીડાતા દર્દીઓ પણ કોરોનાને માત આપી રહ્યા છે. હાલ દાહોદમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં માત્ર ૧૪ દિવસના બાળકે કોરોનાને માત આપી હતી અને આવું પહેલીવાર બન્યું હતું કે સૌથી નાની ઉંમરના બાળકે કોરોના સામે જીત મેળવી હોય.
જયારે કોરોના જેવા જીવલેણ મહામારી સામે માત્ર ૧૪ દિવસના બાળકે જીત મેળવી હતી ત્યારે હાલમાં કોરોના સામે લડી રહેલા કેટલાય લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ બાળકના જન્મતાની સાથે જ તેમનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ બાળકની સ્થિતિની દાહોદના જિલ્લા વહીટીતંત્રના ધ્યાને આવતા તેમણે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
અહિયાં સંપૂર્ણ સાધનો અને યોગ્ય સારવાર મળતા આ બાળકને કોરોનાથી મુક્ત કરવામાં આવ્યું હતું. અહિયાં ખાસ વાત તો એ છે કે, ૧૫ દિવસની સારવાર માટે બાળસખા યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.