વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવવા ભાજપના જ એક નેતાએ તાંત્રિક વિધિ કરાવી?

લોકડાઉન દરમિયાન ભાજપના જ પ્રદેશ સ્તરનાં એક નેતાએ ભાવનગરમાં પોતાના મિત્રની ફેક્ટરીમાં તાંત્રિક વિધિ કરાવી હતી. જેની પાછળનો મુખ્ય હેતુ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીને CM પદેથી હટાવવાનો હતો. ભૂતકાળમાં પણ જ્યારે ભાવનગરમાં મુખ્યમંત્રીનાં સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પણ આ નેતા તેમનું સ્વાગત કરવા માટે કાર્યક્રમમાં ગયા ન હતા.

IAS સામે અન્ય સિનિયરનો આક્રોશ

આરોગ્ય સચિવ જયંતિ રવિ કોરોનાને કંટ્રોલમાં રાખવામાં નિષ્ફળ ગયા છે. જેના કારણે સરકારે અમદાવાદમાં બે સિનિયર અને સુરત, વડોદરા જેવા શહેરોમાં પણ કેટલાક IAS ને કોરોનાની દેખરેખ રાખવા મેદાનમાં ઉતારી દીધા છે. બીજીબાજુ સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ જરા પણ સુધરતી નથી, જ્યારે SVP હોસ્પિટલમાં સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે. આથી જયંતી રવિ અમદાવાદમાં જીફઁ સહિતની હોસ્પિટલોમાં સારી સ્થિતિ નથી એવુ બતાવવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે.

તાજેતરમાં ગાંધીનગરમાં CM રૂપાણીના બંગલે ટોચના IAS અધિકારીઓની બેઠક હતી. જેમાં પણ ડો. રવિએ આવી જ કોઈ કોમેન્ટ કરી હતી. જેને લઈને એક સિનિયર IAS અધિકારીએ CM ની હાજરીમાં જ સંભળાવી દીધુ હતું કે, બહેન તમને કંઈ ખબર પડે છે કે નહી? ત્યાર બાદ અન્ય એક IAS અધિકારીએ પણ બહેનને સારી રીતે ખખડાવ્યા હતા. જયંતી રવિને જો આવી વિઘાતક પ્રવૃત્તિ કરતા રોકવા હોય તો સરકારે તેમને સુરતમાં કોરોનાની વિકટ બની રહેલી સ્થિતિને સુધારવા મોકલી દેવા જોઇએ.

અમદાવાદમાં દર અષાઢી બીજે નિકળતી ભગવાન જગદીશની ઐતિહાસિક રથયાત્રાનાં સંદર્ભમાં છેલ્લી ઘડી સુધી સસ્પેન્શન રહ્યું હતું. સરકારે અનેક IAS-IPS અધિકારીઓ તેમજ જમાલપુર મંદીરનાં મહંત, ટ્રસ્ટીઓ તથા અન્ય આગેવાનો સાથે બેઠક કરી હતી. તેમજ તમામનાં અભિપ્રાયો પણ પૂછયાં હતાં. કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યો સાથે પણ વાતચીત કરાઈ હતી. જેમાં કેટલાક IAS અધિકારીઓએ આ વર્ષે રથયાત્રા નહી કાઢવાની સલાહ આપી હતી. તો અમુક અધિકારીઓએ સોશિયલ ડીસ્ટન્સિગ જાળનીને ટોળાં ભેગા ન થાય તેવું આયોજન કરીને રથયાત્રા કાઢવી જોઈએ એ પ્રકારના સૂચનો કર્યા હતા. આૃર્યની વાત એ છે કે, સમગ્ર અમદાવાદમાં કોવિડની જેમને જવાબદારી સોંપાઈ છે તેવા એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તા તેમજ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારનો સંપર્ક જ કરાયો નહોતો. સનદી અધિકારીઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો સરકારે આ બન્ને અધિકારીઓને રથયાત્રાનાં સંદર્ભમાં પૂછયું હોત તો તેઓ ચોક્કસપણે રથયાત્રા ન યોજવાના પક્ષમાં જ હોત. આથી તેમનો અભિપ્રાય લેવામાં જ આવ્યો ન હતો.

હાલમાં ગુજરાતમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ સહિતનાં હોદેદારોની નિયુક્તિ કરવાની વિચારણા ચાલી રહી છે. સંભવતઃ આગામી થોડા દિવસોમાં જ આ પ્રક્રિયા પૂર્ણ થાય તેવી સંભાવના છે. હાલનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની જગ્યાએ અન્ય કોઈ નેતાની નિમણૂક પણ નિશ્ચિત મનાઈ રહી છે. જેને પગલે હવે સનદી અધિકારીઓ એકબીજાને એવો સંદેશો આપી રહ્યાં છે કે જો જીતુભાઈની હકાલપટ્ટી થશે તો મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે જ. તેમજ જીતુભાઈને કેબિનેટમાં લેવા પડશે એવુ આ અધિકારીઓ માની રહ્યાં છે. જેમાં કેટલાકની બાદબાદી થશે તો અમુક નવા ચહેરાને સ્થાન મળશે. જ્યારે ભાજપના જ ટોચનાં નેતાઓ કહે છે કે પ્રમુખ તરીકે ન હોય  એટલે તેમને મંત્રી બનાવવા પડે એ માન્યતા સાવ ખોટી છે.

હવે ગમે તે ક્ષણે IASIPS અધિકારીઓની બદલી થશે

હવે લોકડાઉન પૂર્ણ થયું છે, રાજ્યસભાની ચૂંટણી પણ સમ્પન્ન થઈ છે. રથયાત્રા નિકળવાની નથી આથી આગામી અમુક દિવસોમાં જ IAS-IPSની બદલીઓની જાહેરાત કરાશે. જેથી લાંબો સમયથી રાહ જોઈ રહેલા અધિકારીઓને રાહત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *