અમદાવાદ (Ahmedabad)માં હાલમાં જ એક સામાન્ય સભામાં ભાજપ(BJP) અને કોંગ્રેસ (Congress)ના કોર્પોરેટરો(Corporator) વચ્ચે મારામારી થઈ હતી. ભ્રષ્ટાચાર (Corruption)ને લઇને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ(Shahzadkhan Pathan) અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ(Bhaskar Bhatt) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ નારા લગાવતા મામલો ઉગ્ર બન્યો હતો. અમદાવાદ શહેરમાં પાણીની સમસ્યા અને રોગચાળાને લઈ અને આજે કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
EWS આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ:
હાલમાં ચાલી રહેલી EWS આવાસ યોજનાને લઈને પણ બોલાચાલી થઈ હતી. સામાન્ય સભા દરમિયાન શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ વચ્ચે EWS આવાસ યોજનાના મકાનોમાં ચાલતાં ભ્રષ્ટાચારને પગલે આમને સામને બોલાચાલી થઈ હતી. ભાસ્કર ભટ્ટે સભા શરૂ થતાં જ વિપક્ષના નેતાએ EWS આવાસ યોજનાના મકાનમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ દરમિયાન ભટ્ટે માંગણી કરી હતી કે, વિપક્ષના નેતાને એક અથવા બે બોર્ડ માટે સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારે વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, તેમને સસ્પેન્ડ કરવા જોઈએ કારણકે તમે ભ્રષ્ટાચાર કરો છો અને તમે બોર્ડ બંધ કરાવવાની વાત કરો છો. આવા કારણોસર શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ વચ્ચે બોલાચાલી તેમજ મારામારી થઈ ગઈ હતી.
ભાજપની મહિલા કોર્પોરેટરો સામે હાથાપાઈ કરાયાનો આક્ષેપ:
સભા શરુ થતા જ વિપક્ષના નેતાએ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તમે 15 વર્ષથી લૂંટફાટ મચાવી છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને ભ્રષ્ટાચાર કરો છો. પક્ષના નેતા ભાસ્કર ભટ્ટે કહ્યું હતું કે, હું બિલ્ડર છું મને બધી ખબર છે, તો સામે વિપક્ષના નેતાએ પણ કહ્યું હતું કે, હું પણ બિલ્ડર છું. આ બોલાચાલી દરમિયાન ધક્કામુક્કી કરી અને કોંગ્રેસના કોર્પોરેટરોને નીચે ધકેલ્યા હતા. તે જ સમયે કોંગ્રેસના કોર્પોરેટર રમીલાબેન આક્ષેપ કર્યો હતો કે, ભાજપની મહિલા કોર્પોરેટરો દ્વારા તેમના સાથે હાથાપાઈ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.