અમદાવાદમાં લગ્ન પછી ઘરવાળીને ખબર પડી કે, ઘરવાળો તો “ગે” છે! અને પછી તો એવું થયું કે…

રાજ્યમાં આવેલ અમદાવાદમાં આવેલ વેજલપુર વિસ્તારની પરિણીત યુવતીએ પતિ સમલૈંગિક હોવા છતાં લગ્ન કરાવી સાસરિયાંએ છેતરપિંડી કરી હોવાની અને ઘરેલુ હિંસાની પોલીસ ફરિયાદ સુરેન્દ્રનગર મહિલા પોલીસમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે, વેજલપુરમાં રહેતી યુવતીનાં લગ્ન પાલડીમાં રહેતા યુવકની સાથે થયાં હતાં.

લગ્ન કર્યાં પછી પતિ શરીર સંબંધ બાંધવાથી દૂર રહેતો હતો. આ દરમિયાન પત્નીએ પતિનો મોબાઇલની તપાસ કરતા તેમાં બીજા પુરુષો સાથેની અશ્લીલ ચેટ જોવા મળી હતી. જેથી પતિ સજાતીય સંબંધ ધરાવતો હોવાની આશંકા ગઈ હતી. પતિના મોબાઇલમાંથી પત્નીને ગ્રાઇન્ડર એપ પણ મળી આવી હતી.

જેથી પત્નીએ એપ અંગે પતિને પૂછતાં તેણે સજાતીય હોવાનો ઇનકાર કર્યો હતો. જો કે, પત્નીએ પણ પોતાના મોબાઇલમાં ગ્રાઇન્ડર એપ ડાઉનલોડ કરી ફેક આઈડી બનાવી પતિની સાથે છોકરો બની વાતો કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ પતિએ ચેટિંગ કરતી વખતે રિવરફ્રન્ટ પર મળવાની વાત જણાવી હતી.

પતિ રિવરફ્રન્ટ પર મળવા માટે ગયો ત્યારે પત્નીને જોઈ ચોંકી ગયો હતો તેમજ માફી માંગી જણાવ્યું હતું કે, હું સજાતીય છું, માતાપિતાએ મારી ઇચ્છાની વિરુદ્ધ લગ્ન તારી સાથે કરાવી દીધાં છે. પત્નીએ સાસુ તથા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સસરાને વાત કરતા કહ્યું હતું કે, ‘તું કોઈને કહીશ તો બદનામ કરી દઈશું. અમારો દીકરો બ્રહ્મચર્યનું પાલન કરે છે.’ આ બાબતે ઝઘડો થતાં તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી, જેથી તે સુરેન્દ્રનગરમાં રહેતા તેના કાકાને ઘરે જતી રહી હતી.

શરીરસંબંધનો દેખાડો કર્યો, હું વર્જિન છું: યુવતી
પત્નીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, મારી સગાઈ થયા પછી લગ્ન ખૂબ ઉતાવળમાં થતાં પતિની સાથે ક્યાંય પણ બહાર જઈ શકાયું ન હતું. વર્ષ 2019માં ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર માસ દરમિયાન મારી સાથે પાંચથી છ વાર શરીર સંબંધ બાંધવાનો દેખાડો કર્યો હતો. લેહ લદાખ ફરવાં માટે ગયાં ત્યારે પણ મારા પતિ મારી સાથે બેસતા ન હતા તેમજ સૂવા પણ આવતા ન હતા. હું હજુ પણ વર્જિન છું.

પહેલી રાત્રે જેઠ-જેઠાણી સવાર સુધી સાથે રહ્યાં :
પત્નીની ફરિયાદ પ્રમાણે, 28 ફેબ્રુઆરીનાં રોજ લગ્ન થયાં હતાં. લગ્નની પહેલી રાત્રે તેઓ ફાર્મ હાઉસમાં ગયાં હતાં પણ ત્યાં જેઠ તથા જેઠાણી પણ સાથે આવ્યાં હતાં. વહેલી સવારમાં 4.30 સુધી ચારેય એક રૂમમાં હતાં તેમજ વિવિધ ગેમ્સ રમી રહ્યાં હતાં. સવારમાં 6.30 વાગ્યે પૂજા રાખી હોવાને લીધે 4.30 વાગ્યે સૂઈ ગયાં હતાં. જ્યારે દરરોજ રાત્રે સસરા બેડરૂમનું બારણું ખુલ્લું રખાવતા હતા.

‘પત્નીને લાઇફટાઇમ ઇગ્નોર કરવાની છે!’ :
ફરિયાદ પ્રમાણે, પતિનો મોબાઇલનું ચેકિંગ કરતા તેમાં કોઈ યુવતી સાથેની ચેટ હતી, જેમાં યુવતીએ લખ્યું હતું કે, તારી પત્ની તો તારા માટે એન્ટરટેઇન્મેન્ટનું પેકેજ છે. પતિએ જવાબમાં લખ્યું હતું કે, તેને લાઇફટાઇમ ઇગ્નોર કરવાની છે. તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધની ઉપરાંત તે સજાતીય હોવાની વાત જણાવતાં સાસુ-સસરાએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *