25 હજારના પગારદારની ઈમાનદારી સામે કરોડો રૂપિયા પણ ફિક્કા પડે – એરપોર્ટના ટોયલેટમાંથી ‘સોનાનો ખજાનો’ મળ્યો છતાં…

ગુજરાત(Gujarat): સાહેબ ઈમાનદારી(Honesty) આગળ કરોડોની રૂપિયા કે દોલત તો કાઈ ન કહી શકાય. ત્યારે આવો જ એક ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવાનના શબ્દ છે કે, બહુ નાના ગામમાંથી આવું છું, પિતાએ કઈ માગ્યું નથી અને ઈમાનદારી સાથે જીવન જીવતા શિખવાડ્યું છે. આ શબ્દ બીજા કોઈના નહી પણ યુવક હરવિંદરના છે. જે તેની ઈમાનદારીને લઈને ખુબ જ ચર્ચામાં છે. જો વાત કરવામાં આવે તો હરવિંદરને અમદાવાદ એરપોર્ટ(Ahmedabad Airport)ના ટોઈલેટના ફ્લશ ટેન્કમાંથી 45 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. એક મહિનાના માત્ર 25 હજાર રૂપિયાની નોકરી કરતા હરવિંદરે મળી આવેલું સોનું રાખી લેવાની જરા પણ લાલચ ન કરી અને સરકારી તિજોરીમાં સોંપી દીધું.

તમને જણાવી દઈએ કે, 26 વર્ષના હરવિંદર નરુકા(Harvinder Naruka) મૂળ રાજસ્થાનના અલવરનો વતની છે. ગઈ 1 ડિસેમ્બરથી અમદાવાદ એરપોર્ટ પર હાઉસકીપિંગ સુપરવાઈઝર તરીકે કામ કરી રહ્યો છે. જો વાત કરવામાં આવે હરવિંદર પરિવારમાં તેની માતા-પિતા, દાદી અને બહેન છે, જેઓ અલવરમાં રહે છે અને તેના પિતા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યા છે. Bsc સુધી અભ્યાસ પછી હરવિંદરે જયપુર નોકરી કરી હતી અને ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટ પર નોકરી મળતાં એક મહિનાથી અમદાવાદ એરપોર્ટ હાઉસકીપિંગ સુપરવાઈઝર તરીકે કામ કરી રહ્યો છે.

જો વાત કરવામાં આવે તો હરવિંદર નરુકા અમદાવાદ એરપોર્ટ પર ટ્રોલી મેઇન્ટેન્સ, સાફસફાઈ, પેસેન્જર સંબંધિત સમસ્યાના હલ માટે સુપરવાઈઝર તરીકે કામ કરે છે. માત્ર એટલું જ નહી પરંતુ તેની નીચે 50 માણસનો સ્ટાફ કામ કરી રહ્યો છે. દરરોજના શીડ્યુલ અનુસાર, રાત્રે સાફસફાઈ થઈ છે કે નહીં તે જોવા માટે હરવિંદર એરપોર્ટના ટોઈલેટમાં ગયો હતો.

ઈન્ડિયન ટોઈલેટનો ફ્લશ બરાબર કામ ન કરતો હોવાથી તેણે ફ્લશ ટેન્ક ખોલીને ચેક કર્યું તો અંદર કાળી પોટલી મળી અવી હતી. હરવિંદરે જયારે આ પોટલીની અંદર જોયું તો તેની અંદર સોનાના બે વજનદાર કડા મળી આવ્યા હતા. આ મામલાની જાણ તેણે કસ્ટમ અધિકારીને જાણ કરીને બોલાવ્યા હતા. કસ્ટમ અધિકારી દ્વારા આવીને સોનાના કડા કબજામાં લીધા અને વેલ્યુએશન કરવામાં આવ્યો તો  45 લાખ રૂપિયાની કિંમત નીકળી હતી. 25 હજારના પગારમાં કામ કરતા આ સુપરવાઈઝરે પ્રામાણિકતા દાખવીને એક ઝાટકે જ 45 લાખનું સોનુ પરત કરી દેવામાં આવ્યું હતું.

જ્યારે હરવિંદરને પૂછવામાં આવ્યું કે, શું તમને એવો વિચાર ના આવ્યો કે, સોનું તમે જોડે રાખી લો ? ત્યારે આ અંગે હરવિંદર નરુકાએ જણાવતા કહ્યું હતું કે, મને આ સોનાના કડા દેખાયા ત્યારે હું એને મારી જોડે રાખવી દઉં એવો મને એક ક્ષણ પણ મને વિચાર નથી આવ્યો. મેં નક્કી કર્યું હતું કે હું તરત જ કસ્ટમ ઓફિસરને જાણ કરું અને આ સોનું તેમને સોંપી દઉં. વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, હું બહુ નાની જગ્યાએથી આવું છું. મારા પિતાએ કંઈ માગ્યું નથી. સરકારી નોકરી માટે કે બીજું કંઈ મને ભણવા માટે પણ દબાણ કર્યું નથી. મને મારા પિતાએ ઈમાનદારી જ શીખવાડી છે, જે મારા દિમાગમાં આજે પણ છે. મને નાનપણથી ઇમાનદારીના પાઠ મારા પિતા દ્વારા શીખવાડવામાં આવ્યા છે.

હરવિંદર નરુકાએ કહ્યું કે, આ 45 લાખની કિંમતનું સોનું છે. CEO સર દ્વારા મને સ્પેશિયલ બોલાવીને અવોર્ડ આપવામાં આવ્યો હતો. એટલું પ્રોત્સાહન મળ્યું, જે મેં સપનામાં પણ વિચાર્યું પણ નહોતું. અમને પ્રોટોકોલમાં શિખવાડવામાં આવે છે કે આવી વસ્તુ મળે તો CISF કે કસ્ટમમાં હેન્ડ ઓવર કરવામાં આવે. મારા આ કાર્ય બદલ આટલી ઈજ્જત મળશે એવું મેં સહેજે પણ નહોતું વિચાર્યું. કરોડોની દોલત હોય તેમ છતાં પણ ઈમાનદારી આગળ કંઈ નથી.

હરવિંદર નરુકાએ છેલ્લે કહ્યું હતું કે, મારી કાબેલિયત અનુસાર જે સારામાં સારી પોસ્ટ હોય ત્યાં જવા માગું છું. અહીં મને મહીને 25 હજાર પગાર મળે છે. મેં BSC કર્યું છે, પણ એરપોર્ટ ઓપરેશન અંગે થોડો રસ હતો માટે અહીં આવ્યો છું. પરિવાર પણ મને પૈસાની જરૂર હોય ત્યારે તમામ મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *