Corruption of crores in drinking water in Gujarat: રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ગામના લોકોને પણ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે તેઓ નલ યોજના અમલમાં મૂકવામાં આચી છે.તેમાં હાલ ગુજરાતમાં(Corruption of crores in drinking water in Gujarat) પીવાનું પાણી અને વપરાશના પાણી અંગે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશનનાં કરોડો રૂપિયાની ફાળવણી વચ્ચે રાજ્ય સરકારની ખુદની પોલ ખોલતી જાહેરાત સામે આવી રહી છે.
મેગા સીટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા શહેરમાં સરકારી કુમાર છાત્રાલય, રખિયાલ સરકારી કન્યા છાત્રાલય, સંન્યાસ આશ્રમ, એલિસબ્રિજમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની સરકારી જાહેરાત જ દર્શાવે છે કે, પાણી માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયા ક્યાં સગેવગે થઇ રહ્યા છે.
ગુજરાતના 55 ટકા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી નથી
કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું છે કે 100 ટકા ‘નળ સે જલ’, શુદ્ધ પીવાનું પાણી સહિત સિદ્ધીની જાહેરાતો કરતી ભાજપા સરકારમાં અમદાવાદ જેવા શહેરની મધ્યમાં અનુસુચિત જાતિના કુમાર-કન્યાને વપરાશના પાણી માટે ટેન્કર પર હાલ આધારિત રહેવું પડે છે.
રાજ્યના 8250 ગામોમાં પાણીની નબળી ગુણવતા ધરવી રહ્યા છે.2791 ગામો ફ્લોરાઈડથી દુષિત ધરાવે છે.455 ગામો નાઇટ્રેટવાળું પાણી ધરાવે છે, અને 792 ગામો ખારાશવાળું પાણી ધરાવે છે.આમ કુલ 10,288 ગામો પીવાનું ખરાબ પાણી ધરાવે છે. આનો અર્થ એ છે કે, ગુજરાતના કુલ 18,715 ગામોમાંથી 55 ટકા ગામોમાં પીવાનું પાણી શુદ્ધ નથી.
કોન્ટ્રાક્ટરોની મિલીબગતથી કરોડોનો ભ્રષ્ટાચાર
‘જલ જીવન’ મિશન હેઠળ કરોડો રૂપિયાનો ગુજરાતમાં ભ્રષ્ટાચાર થયો છે. વડોદરા, છોટા ઉદયપુર, નવસારી, દાહોદ, મહીસાગર સહીત અનેક જીલ્લામાં ‘નલ સે જલ’ યોજના કાગળ પર કામગીરી પૂરી થઇ અને કરોડો રૂપિયા સગેવગે થઇ ગયા.
ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશન પાછળ છેલ્લા 7 વર્ષથી 27 હજાર કરોડ રૂપિયા, આદિવાસી વિસ્તારમાં 6 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા પણ આજે અનેક ગામો અને નગરપાલિકા વિસ્તારમાં પાણી માટે નાગરીકો ઘણા કિલોમીટર સુધી પાણી લેવા જવું પડે છે. હકીકતમાં વોટર સપ્લાય અને સેનિટેશનના નામે ભાજપના કોન્ટ્રાકટરોની મિલી ભગતથી કરોડોનો ભ્રષ્ટાચાર રૂપિયાનો શું થયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube