કેટલીકવાર અમુક ચિત્રો(Pictures)માં જે દેખાય છે તે વાસ્તવમાં હોતું નથી. તેને સમજવા માટે આપણે આપણા મન પર થોડો ભાર મૂકવો પડે છે. જયારે આવા ચિત્રોને ઓપ્ટિકલ ભ્રમ(Optical illusion) પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social media) પર અલગ-અલગ પ્રકારની ઓપ્ટિકલ ઈલ્યુઝન તસવીરો વાયરલ (viral) થઈ રહી છે. નેટિજિન્સ પણ આવી તસવીરો પર થોડીક સેકન્ડ રોકીને પ્રશ્નનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે. આવો તમને આવા જ અન્ય એક ચિત્રનો પરિચય કરાવીએ.
અન્ય એક ઓપ્ટિકલ ઈલ્યુઝન તસવીર વાયરલ થઈ છે:
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અન્ય એક ઓપ્ટિકલ ઇલ્યુઝન તસવીરે લોકોને ચોંકાવી દીધા હતા. આ તસવીર ધ બ્લોન્ડી બોયઝ શોર્ટ્સ નામના બ્લોગરે શેર કરી છે. ચિત્રમાં પ્રથમ નજરે, ઘણા લોકોએ સફેદ ઝભ્ભો પહેરેલા લોકોને ઉભેલા જોયા, જ્યારે અન્ય લોકોએ તે જ ચિત્રમાં અગાઉ એક ધોધ જોયો. તસવીર શેર કરતાં વ્લોગરે લખ્યું હતું કે, ‘જો તમે પહેલા ધોધ જોયો હોય તો તેનો અર્થ એ છે કે તમે લોકો સાથે સરળતાથી ભળી જાઓ છો.’
જો તમે પહેલા વહેતો ધોધ જોયો હોય તો:
ધ બ્લોન્ડી બોયઝ શોર્ટ્સ દ્વારા સમજાવ્યા મુજબ, જો તમે પ્રથમ ધોધ જોયો છે, તો તે દર્શાવે છે કે તમે સમાજના લોકોને સમય આપો છો, પરંતુ જો તમને તમારા માટે સમય પસાર કરવાનો મોકો મળે, તો તમે પહેલા ત્યાં જવા ઈચ્છશો.
જો તમે લોકોને સફેદ કપડામાં જોયા:
વધુમાં, બ્લોગરે એમ પણ વ્યક્ત કર્યું હતું કે જો તમે ધોધને બદલે સફેદ કપડાંમાં લોકોને જોયા છે, તો તેનો અર્થ એ છે કે તમે હાલમાં જીવનમાં ખોવાઈ ગયાનો અનુભવ કરી રહ્યા છો અને તમે ક્યાં જઈ રહ્યા છો તે ખબર નથી. પરંતુ સકારાત્મક બાજુ એ છે કે તમે જીવનમાં તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે મક્કમ છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.