ગુજરાતમાં આજથી બે દિવસ ‘ઓરેન્જ એલર્ટ’; 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન, આ જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી

Heatwave Forecast: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે,તો બીજી તરફ જામનગર,અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે,હવામાન વિભાગની(Heatwave Forecast) આગાહી મુજબ વાત કરવામાં આવે છે.રાજકોટ,ચોટીલા,મોરબી,અમદાવાદમાં વરસાદ પડી શકે છે.કચ્છમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડે છે.ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ અને હીટવેવની આગાહી કરી છે.

આ જગ્યાએ પડી શકે છે માવઠું
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ સાથે અનેક જિલ્લાઓમાં માવઠાની માર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં હજુ પણ હિટવેવનો માર ગુજરાતીઓને સહન કરવો પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે આગામી દિવસોમાં ગુજરાતના 6 જિલ્લાઓમાં હિટવેવ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.આ સાથે જ મહીસાગર, તાપી, ડાંગ, જામનગર, રાજકોટ અને બોટાદમાં છુટાછવાયો વરસાદ થવાની શક્યતા છે, તો સુરત, વલસાડ, પોરબંદર અને દ્વારકામાં આગામી 5 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 4 દિવસ ખૂબ આકરી ગરમી પડશે
હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં 4 દિવસ ખૂબ આકરી ગરમી પડશે. હાલના તાપમાન કરતા 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત, અમદાવાદમાં પણ 4 દિવસ સુધી ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મે મહિનાના છેલ્લા દિવસોમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોન બને તેવી શક્યતાઓ છે. એ સાયક્લોન થોડું કમજોર હશે.

બંગાળની ખાડીમાં જે સાયક્લોન બનતો હોય તેનાથી આપણને કોઇ ખતરો નથી. તેનાથી આપણે ડરવાનું નથી.જો હાલની તાપમાનની પરિસ્થિતિમાં કોઇ મોટો બદલાવ નહીં થાય તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે.

2થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે: અંબાલાલ પટેલ
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વંટોળની આગાહી કરતા કહ્યું કે, 24 મેથી 5 જૂન 2024 પછી હવામાનમાં એકાએક પલટો આવશે. તેમજ વધુમાં કહ્યું કે, ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે.

ત્યારબાદ 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. તો 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે.આ સાથે જ ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. 4 દિવસના એલર્ટમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આ સાથે, દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે.