મિત્રના બર્થ ડેની ઉજવણીમાં યુવકનું મોત- સુરતમાં એકના એક દીકરાનાં અંગોનું દાન કરીને પરિવારે મહેકાવી માનવતા

Organ donation in Surat: ઓર્ગન ડોનર સિટી તરીકે પ્રખ્યાત પામી રહેલા સુરત શહેરમાં સપ્તાહમાં બેથી વધુ બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનો અંગદાન કરે છે. સુરતમાં મિત્રના બર્થ ડેની ઉજવણીમાં સેલ્ફી લેતી વખતે પહેલા માળેથી નીચે પટકાયેલા યુવકને ઇજા થતા તે બ્રેઈનડેડ થયો હતો. તેના આંખ અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. જેથી ચાર લોકોને નવજીવન મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે એકના એક દિકરાના અંગોનું(Organ donation in Surat) દાન કરી પરિવારે માનવતા મહેકાવી છે.

સેલ્ફી લેતા સમયે પહેલા માળેથી પટકાયો
તેઓ મૂળ ચિત્રકુટના વતની અને હાલ સુરત શહેરના નવાગામ ડિંડોલીમાં આવેલા અશ્વિની પાર્કમાં ભૈયાલાલ મિશ્રા પરિવાર સાથે રહે છે. તેમનો નીરજ મિશ્રા તારીખ 17મી જુલાઇના રોજ સાંજે 5 વાગ્યે ભેસ્તાન વિસ્તારમાં આવેલી સુર્યોદય સ્કુલની સામે આવેલા SMCના શોપિંગ સેન્ટરમાં મિત્રની બર્થ ડેની ઉજવણી કરવા ગયો હતો. તે સમયે મોબાઇલ ફોનમાં સેલ્ફી લેતી વખતે નીરજ નીચે પડી ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે તેને એમ્બ્યુલન્સની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

બ્રેઈનડેડ નીરજ પરિવારનો એકનો એક દીકરો હતો
ચાર દિવસની સારવાર પછી તારીખ 21 મી જુલાઈ ના રોજ સવારે ન્યુરોસર્જન ડો.જય પટેલ તથા ન્યુરો ફિજીશ્યન ડો.કેયુર પ્રજાપતિ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયાએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. ત્યારપછી સિવિલ હોસ્પિટલના ડો. નિલેશ, કાઉન્સેલર નિર્મલા કાથુડ, ગુલાબે મિશ્રા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. બ્રેઈનડેડ નીરજ તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા લુમ્સના કારખાનામાં કામ કરી પોતના પરિવારનું ગુજરાન ચાલવતા હતા.

સિવિલ હોસ્પિટલમાંથી 34મું અંગદાન થયું
લુમ્સના કારીગર પિતા ભૈયાલાલ મિશ્રાએ સંમતિ આપતા બ્રેઈનડેડ નીરજની આંખ અને બન્ને કિડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. જેમાં આંખ આઇ બેંક નવી સિવિલ હોસ્પિટલ તથા બન્ને કિડની અમદાવાદની I.K.D હોસ્પિટલમાં એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થશે. આમ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફના પ્રયાસો થકી વધુ એક અંગદાન સફળ બન્યું હતું. નવી સિવિલમાં 34મું અંગદાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *